________________
૪૧૪
શ્રી કલ્પસૂત્રમાસની શુકલ ચતુર્દશીએ કરવાથી સે દિવસ થાય અને તેથી 'समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइकंते સિત્તરિ રારંઢિહિં શેર્દિ” એટલે “ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે વર્ષાકાલના એક માસ અને વીશ દિવસ ગયા બાદ અને સિત્તેર દિવસ બાકી રહે છતે” (પયુંષણ કરી) એ સમવાયાંગ સૂત્રના વચનને બાધા આવે. વલી એમ પણ કહેવું નહીં કે
માસાં તે આષાઢ આદિ માસથી પ્રતિબદ્ધ છે, તેથી કાર્તિક ચોમાસાનું કૃત્ય કાર્તિક માસની શુક્લ ચતુર્દશીએજ કરવું ચુકત છે અને દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે હેવાથી તેની અવિવક્ષાને લઈને સિત્તેર દિવસોજ થાય છે તે સમવાયાંગના વચનને કયાંથી બાધા આવે ?” જેમ ચોમાસા આષાઢ આદિ માસથી પ્રતિબદ્ધ છે, તેમ પયુંષણ પણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે, તેથી તે ભાદરવામાં જ કરવી. દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે છે. તેથી તેને ગણત્રીમાં લેવાને નહિ હોવાથી પચાસજ દિવસો થાય, તો પછી એંશીની વાત પણ ક્યાંથી આવે ? અને પયુંષણ ભાદરવા માસથી પ્રતિ બદ્ધ છે એમ કહેવું તે પણ અયુક્ત નથી. કારણ કે તે પ્રમાણે ઘણા આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. દાખલા તરીકે “અન્યદા પર્યુષણનો દિવસ આવ્યે છતે આર્યકાલક સૂરિએ શાલિવાહનને કહ્યું કે ભાદરવા સુદિ પંચમીએ પર્યુષણ છે ઈત્યાદિ. પર્યુષણ કલ્પની ચૂર્ણિમાં કહ્યું છે. વલી શાલિવાહન રાજા જે શ્રાવક હતે તે કાલક સૂરિને આવેલા સાંભળીને સન્મુખ જવા નીકલ્યો અને શ્રમણ સંઘ પણ નીકળે. મહા વિભૂતિ કાલક સૂરિએ પ્રવેશ કરીને કહ્યું કે “ભાદરવા સુદ પંચમીએ પર્યુષણ કરવી.” શ્રમણ સંઘે તે કબુલ કર્યું. ત્યારે રાજાએ કહ્યું કે તે દિવસે કાનુવૃત્તિએ ઈદ્રમહેસવા હેવાથી પયુંષણા થઈ શકશે નહીં,