________________
શ્રી કલ્પસૂત્ર
પછી કહીશું એટલું વિશેષ છે. તે સવારમાં ગોચરી જવા માટે, (ઉપાશ્રયથી ) નીકળીને પહેલાં જ શુદ્ધ પ્રાસુક આહાર (આણ) ખાઈને, છાશ આદિક પીઈને, પાતરાંને નિર્લેપ કરીને–વસ્ત્રથી લુંછી નાખીને અને પ્રમાને–પેઈ નાખીને તે જે ચલાવી શકે તે તેટલાજ ભેજન વડે તે દિવસે રહેવું ક૯પે છે. જે તે સાધુ આહાર શેડ થવાથી ન ચલાવી શકે તે તેને બીજી વાર ગૃહસ્થને ઘેર ભાત પાણુંને માટે નીકળવું અને પેસવું કપે છે. ૨૧. ચેમાસુ રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને બે ગોચરીના કાલ કલપે છે એટલે બે વખત ગોચરીએ જવું ક૯પે છે. ૨૨. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ કરનારા સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અથે નીકળવા અને પેસવાને ત્રણ ગોચરીના કાળ કપે છે એટલે ત્રણ વાર ચરીએ જવું ક૯પે છે. ૨૩. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ ઉપરાંત તપ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને સર્વે નેચરીના કાળ કપે છે એટલે ચાર, પાંચ વિગેરે વખત ગેચરીએ જવું કપે છે જ્યારે ઈચ્છા થાય ત્યારે ગોચરી લાવે, પણ સવારમાં લાવેલી રાખી શકે નહીં, કારછે કે તેથી સંયમ, જીવસંસક્તિ, સપડ્યાણ આદિ દેને સંભવ થાય છે. ૨૪. એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાના પદાર્થોની વિધિ કહે છે.
પાણી ચોમાસુ રહેલા નિત્ય એકાસણું કરનાર સાધુને સર્વ પ્રકારનાં પાણી કાપે છે. તે સર્વ એટલે આચારાંગમાં કહેલાં એકવીશ પ્રકારનાં અથવા અહીં જે કહેવામાં આવશે તે નવ પ્રકારનાં પાણી સમજવાં. તેમાં આચારાંગમાં કહેલાં પાણી આ પ્રમાણે છે
જ સર્ષ સુધી જાય તેથી તેનું વિષ સંક્રમે.