________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૧૩
શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિને વિષે સ્કંદ નામના યુવકને કંદિલા નામની દાસી સાથે રતિક્રિડા કરતો જોઈ, ગોશાળે મશ્કરી કર્યા વિના ન રહી શકે. તેથી ત્યાં પણ પ્રથમની જેમ તેણે ખુબ માર ખાધો!
- મુનિચંદ્ર સૂરિનું વૃતાન્ત પાત્રાલકથી વિહાર કરી, પ્રભુ કુમારક સન્નિવેશમાં આવ્યા અને ત્યાં ચંપક રમણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય, ઘણા શિષ્યના પરિવાર સાથે વિચરતા વિચરતા તેજ ગામમાં કુંભારની શાળામાં રહેલા હતા. શાળાએ ગામમાંના તે સાધુને પૂછયું કે –“તમે કેણુ છે?”
જવાબ મળ્યો કે –“અમે નિર્ગસ્થ છીએ.”
ગોશાળાએ તિરસ્કાર કરતાં કહ્યું કે –“ તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં ? તમારામાં અને મારા ધર્માચાર્યમાં મેરૂ અને સરસવના દાણું એટલે તફાવત છે.”
તે સાધુએ શ્રી મહાવીર ભગવાનને ન્હાતા ઓળખતા. તેથી બેલ્યા કે –“જે તું છે, તેવાજ તારા ધર્માચાર્ય પણ હશે. ”
એવાં આક્ષેપનાં વચને સાંભળી શાળાને ક્રોધ ચડે. તેણે શ્રાપ આપ્યો કે --“જે મારા ધર્માચાર્યનું તેજ હોય તે તેના પ્રભાવથી તમારે આ આશ્રમ બળી જાઓ.” - સાધુઓએ નિડરતાથી કહ્યું કે-“ અમે કેઈના શ્રાપથી મુલ ડરતા નથી અને તારામાં તે એવું કયું દેવત છે કે અમારું આશ્રમ સ્થાન બળી જાય?”
શાળ ઘડીવાર તે આશ્રમસ્થાન સામે જોઈ રહ્યો, પણ