________________
ત્રિકાળદશી શ્રી નરચંદ્ર મહારાજ તથા શ્રી હીરવિજયમહારાજ
પ્રણીત નરચંદ્ર જૈન જ્યોતિષ
અને
જ્યોતિષ હીર. કિસ્મત રૂ. ૩-૦-૦ (પિરટેજ વી. પી. ખર્ચ જુદું.).
તમારે કોઈ જોષીના ઓશીયાળા રહેવાની હવે જરૂર નથી, કારણ કે આ ગ્રંથમાં જ્યોતિષ સંબંધી બે સમર્થ આચાર્યોએ અગણિત વિષય ઉપર ભરચક વિવેચન કર્યું છે. સૌથી મોટી ખુબી તે આ ગ્રંથમાં એજ છે કે ઘણું જ્યોતિષીઓ આંખે પાટા બંધાવી ઉંડા કુવામાં ઉતારે છે, તેમ આમાં ઠગાવાની કે છેતરાવાની બીલકુલભીતિ રહેતી નથી. કારણ કે જૈન આચાર્યોની નિસ્પૃહતા, નિર્ભયતા અને નિરાડંબરથી કોણ અજાયું છે તેમને એ તે શું સ્વાર્થ હોય કે લોકોને છેતરવાનું પાપ હારે? ખરેખર નરચંદ્ર મહારાજે અને હીરવિજયસૂરિ મહારાજે કેવળ સંસારીઓના હિતાર્થે જ આ ગ્રંથ રચે છે.
મનુષ્ય ઉપર એક પછી એક નવગ્રહ હંમેશાં સા–માઠાં આવ્યે જાય છે. માઠા ગ્રહમાં માણસ આકુળ વ્યાકુળ બની જાય છે, આમ તેમ દોડાદોડ કરે છે, પણ તેમ ન કરતાં જે જાપ કરવાથી ગ્રહશાન થાય તે જપ કરવાની રીત આ ગ્રંથમાં ખાસ આપેલ છે. ઉપરાંત આ ગ્રંથમાં વર્ષના ચાર સ્તંભને યંત્ર આપે છે, તે પરથી ચાલુ વર્ષ અથવા ગમે તે વર્ષ કેવું નીવડશે તેની પણ સહેજે કલ્પના થઈ શકશે.
મેઘજી હીરજી મુકસેલર.
૫૬૬ પાયધુની મુંબઈ