________________
પંચમ વ્યાખ્યાન.
૧૭૧
હલકો માણસ કંઈ કરી શકતું નથી. પરંતુ ઉત્તમ માણસ કંઈ પણ વાગાડંબર કર્યા વિના પોતાનું કામ પાર પાડે છે જ. અસાર પદાર્થો જ મોટે ભાગે ખેટ આડંબર રાખે છે, બાકી સાત્વિક પદાર્થોમાં એ આડંબર હોતું નથી. કાંસાને ખણખણાટ થાય, પણ સેનાને ખણખણાટ થડે જ થાય છે?” એ પ્રમાણે વિચારમુગ્ધ બનેલા પંડિતને શકેદ્દે કહ્યું કે –“હે. વિપ્ર ! તમે પોતાના મનમાં આને માત્ર બાળક ન ગણતા. એમને
ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રોના પારગામી જિનેશ્વર જ માનજો.” એ રીતે શ્રી વર્ધમાન કુમારની સ્તુતિ કરી ઈન્દ્ર પિતાના સ્થાને ગયે અને ભગવાન પણ જ્ઞાતકુળના સકળ ક્ષત્રિચેથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા.
વિવાહ અનુક્રમે પ્રભુ થોવનાવસ્થા પામ્યા ત્યારે માતાપિતાએ તેમને ઉમ્મરલાયક અને ભેગસમર્થ જાણી, શુભતિથિ, નક્ષત્ર અને મુહુતમાં સમરવીર નામના રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ. પ્રિયદર્શનાને પિતાના ભાણેજ જમાલી સાથે પરણાવી. તેને શેષવતી નામે પુત્રી થઈ.
પ્રભુને સાંસારિક પરિવાર શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેઓ ત્રણ નામથી પ્રસિદ્ધ હતા:-(૧)સિદ્ધાર્થ,(૨) શ્રેયાંસ અને (૩) યશ
સ્વી. શ્રમણ ભગવાન મહાવીરની માતા વશિષ્ટ ગોત્રના હતાં. તેમના પણ ત્રણ નામ પ્રસિદ્ધ હતાં –(૧) ત્રિશલા (૨) વિદેહદિશા. અને (૩) પ્રીતિકારિણી. ભગવાનને સુપાર્શ્વ નામના કાકા હતા, નંદિવર્ધન નામે મોટાભાઈ હતા, સુદર્શના નામની
પ
) શ્રી
+8.