________________
૩૬
" શ્રી ક૯પસૂત્ર
કુળ તથા શાખા વિષે હવે વિસ્તારવાલી વાચનામાં આયશોભદ્રથી માંડીને સ્થવિરાવલી કહેવામાં આવે છે. તેમાં ઘણા ભેદે તે લેખકદેષના હેતુભૂત જાણવા. બાકી સ્થવિરોની શાખા તથા કુલે પ્રાય: કરીને એક પણ હાલ જણાતા નથી. કદાચ તે બીજા નામેથી તિરહિત થયેલાં હોય. કુલ એટલે એક આચાર્યને પરિવાર અને ગણ એટલે એક વાચના લેનાર મુનિ સમુદાય. કહ્યું છે કે એક આચાર્થની સંતતિ તે કુલ અને બે અથવા તેથી વધારે આચાર્યના મુનિઓ એકબીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમને એક ગણું જાણ. શાખા એટલે એક આચાર્યની સંતતીમાંજ ઉત્તમ પુરૂષોના જૂદા જૂદા અન્વયે (વંશ), અથવા વિવક્ષિત આદ્ય પુરૂષની સંતતી. જેમ કે વઈર નામના સૂરિથી વઈર શાખા નીકળી તેમ. શિષ્યના જૂદા જૂદા અન્વય તે કુલ, જેમ કે ચાંદકુલ નાગેન્દ્રકુલ, ઈત્યાદિ.
સ્થવિરેનાં કુળ તથા શાખા. તંગિકાયન ગેત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને આ બે સ્થવિર શિષ્ય પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (૧) સ્થવિર આર્યભદ્રબાહુ પ્રાચીન ગોત્રવાળા અને (૨) વિર આર્યસંભૂતિવિજય માઢર નેત્રવાળા.
સ્થવિર આર્યભદ્રબાહુને આ ચાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:-(૧) સ્થવિર દાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (3)સ્થવીર યજ્ઞદત્ત અને (૪)સ્થવિર સોમદત્ત. તે ચારે કાશ્યપ શેત્રના હતા.
સ્થવિર ગોદાસથી ગોદાસ નામને ગણ નીકળે. તેની
જેમના ઉત્પન્ન થવાથી પૂર્વ જે દુર્ગતિ અથવા અપયશરૂપી કાદવમાં ન પડે તે પુત્ર–અપત્ય, અને તેના જેવાં તે યથાપત્ય–પુત્ર સમાન.