________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૫ રીતે સમગ્ર દબદબાવાળ જનસમુદાય, શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુડપુર નગરની મધ્યમાં થઈને પસાર થતો જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવી પહોંચે.
અનગારપણાને અંગીકાર અશોકવૃક્ષની નીચે આવી, પાલખી નીચે ઉતરાવી, પ્રભુ પિતે નીચે ઉતર્યા અને પિતાની મેળે જ આભૂષણે તથા માળા વિગેરે ઉતારવા લાગ્યા. આંગળીની વીંટી, હાથના વીરવલય, ભુજાપરના બાજુબંધ, કંઠેને હાર, કાનના કુંડળ અને મસ્તક પરને મુકુટ ઉતાર્યો. એ સઘળાં આભૂષણે, કુળની મહત્તરા સ્ત્રીએ હંસલક્ષણ સાડીમાં લઈ લીધાં. અને કહ્યું કે:-“હે પુત્ર! તમે ઈક્વાકુ નામના ઉત્તમ કુળમાં જન્મ્યા છે. તમારૂં કાશ્યપ નામનું ઉંચું શેત્ર છે. જ્ઞાતકુળરૂપી આકાશમાં પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રીયના અને ઉત્તમ જાતિની ત્રિશલા ક્ષત્રીયાણુના તમે પુત્ર છે, દેવેંદ્રો અને નરેંદ્રએ પણ તમારી સ્તુતિ કરી છે, માટે હે પુત્ર ! આ સંયમના માર્ગમાં તમે બરાબર સાવધાન થઈ ચાલજે, મહાત્માઓએ આચરેલા માર્ગનું અવલંબન લેજો, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજે, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરતા.”વિગેરે ભાવાર્થનાં વચને કહી, પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક બાજુ ખસી ગઈ.
સર્વ અલંકારોને ત્યાગ કર્યા પછી, શ્રમણ ભગવાન મહાવીરે પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછનો અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લેચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપ તે હજ. ઉત્તરા ફાગુની નક્ષત્ર