________________
૧૩૦
શ્રી કલ્પસૂત્રઅને કુબેર કેન્દ્રની આજ્ઞામાં હોય છે, એટલે અહીં શક્રેન્દ્રની આજ્ઞાથી કુબેરે ભકજાતિના દેવોને હુકમ કર્યો એમ જાણવું.
મહાનિધાનોનું સ્વરૂપ જે નિધાનના માલીક નાશ પામ્યા છે, જે નિધાનની તપાસ રાખનારા તથા નવું દ્રવ્ય ઉમેરનારા ગુજરી ગયા હોય, જે નિધાન દાટનારના ગેત્રીય કે ઘર નાશ પામ્યા હોય અને જે નિધાનના સ્વામી સર્વથા સંતાનરહિત મરણ પામ્યા હોય, તેવાં મહાનિધાને, દાટેલા સ્થાનમાંથી લાવી જંભક દેએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકવા માંડ્યાં.
ગ્રામ–આકર-નગર–ખેડ–ઇત્યાદિની વ્યાખ્યા
હવે કયા સ્થાનમાંથી દાટેલાં નિધાને આવ્યાં તે સમજવા માટે ગ્રામ–આકર-નગર વિગેરેની વ્યાખ્યા જાણવી જોઈએ. જ્યાં કર લેવાતું હોય અને ચારે તરફ કાંટાની વાડ હેય તે ગ્રામ કહેવાય. જ્યાં લોખંડ, તાંબુ વિગેરે ધાતુઓ નીકળતી હોય તે આકર–ખાણ કહેવાય. જ્યાં કર ન લેવાતું હોય અને સડક, કિલા વિગેરે આવેલાં હોય તે નગર કહેવાય. જેની ચારે તરફ માટીને ગઢ હોય તે ખેડ કહેવાય, જે ખરાબ નગર હોય તે કર્ભટ, જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મંડલ, જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બંને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ, જળમાર્ગ કે સ્થળમાર્ગમાંથી કેઈપણ એક માર્ગ વડે યુકત હોય તે પત્તન, જે તીર્થસ્થાન હોય અથવા જ્યાં તાપસ લોકો રહેતા હોય તે આશ્રમ, ખેડુત ખેતીમાંથી પેદા કરેલું ધાન્ય જે દુર્ગભૂમિમાં રસાને માટે સ્થાપે તે સંવાહ, સાથે વાહને કાફલ, સંઘ તથા લશ્કર જ્યાં ઉતરતું હોય તે સન્નિવેશ, એ પ્રમાણે ઉપર ગણવેલા ગામ-નગર વિગેરેમાં દાટેલાં મહાનિધા