________________
ષષમ વ્યાખ્યાન.
૨૮૭ અંપિતને સંશય દૂર થયે. નારકીના અસ્તિત્વ વિષે તેને આસ્થા બેઠી. અને પોતાના ત્રણ શિષ્ય સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી.
નવમા અચલજાતા--પુણ્ય પાપ વિષે ઈન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થયેલા સાંભળી, નવમા અચલભ્રાતા નામના પંડિતે વિચાર્યું કે જેના ઈન્દ્રભૂતિ જેવા આઠ શિખ્યો હોય તે પુરૂષ મારે પણ પૂજય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરૂં. તે પિતાના ત્રણસે શર્થે સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે હે અચલભ્રાતા ! તને પાપ-પુય વિષે સંદેહ છે ને ? આ સદેહ તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી જ થાય છે.
पुरुष एवेदं ग्निं सर्वं यद् भूत यच्च भाव्यम् -- આ વેદપદથી તું એમ જાણે છે કે પુણ્ય-પાપ જેવું કંઈ હાઈ જ ન શકે ! તેને અર્થ તે આ પ્રમાણે કરે છે-આ પ્રત્યક્ષ દેખાતું ચેતન–અચેતન સ્વરૂપ, જે થયું અને જે થશે તે સર્વ પુરૂષ જ છે-આત્મા જ છે. આત્મા સિવાય પુણ્ય-પાપ નામના જૂદા પદાર્થ નથી. પણ વળી પુથ પુન વર્મળા, પપઃ વાવેન વર્મળા–એટલે કે શુભકર્મ વડે પ્રાણ પુણ્યશાલી થાય છે અને અશુભ કર્મવડે પાપી થાય છે, એવાં કેટલાંક વેદવાક્યમાં પુણ્ય-પાપની સત્તા જોઈ તું શંકાશીલ બને છે કે ત્યારે આમાં સત્ય શું ?
પરતુ હેમચલાતા! તારે સંશય અગ્ય છે. પુરુષ gવેલું –એ વેદવાકયમાં કેવળ આત્માની સ્તુતિ કરવામાં આવી છે. તેમાં જે એમ કહ્યું છે કે “આ પ્રત્યક્ષ જણાતું જગત--ચેતન અચેતન સ્વરૂપ, જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે