________________
શ્રી કલ્પસૂત્ર
૨૨
સાગર તરી જાય છે. કલ્પસૂત્રનાં વાંચન, શ્રવણુ અને આરાધન સાથે તપસ્યા, પૂજા અને પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં પણ જરાએ આળસ ન કરવુ જોઇએ. તપસ્યાદિક સર્વ સામગ્રી હેાય તા જ કલ્પસૂત્ર વાંછિતળને આપે. દાખલા તરીકે માત્ર ખીજ વાવવાથી જ કંઇ ફળ-ફુલ પ્રાપ્ત થતાં નથી, પણ તે ખીજને યેાગ્ય વૃષ્ટિ, વાયુ વિગેરે અનુકુળ સામગ્રી હોય તેા જ તે ફળ આપી શકે છે. તેવીજ રીતે દેહકષ્ટ અને ધનવ્યય વિગેરે સામગ્રી સાથે કલ્પસૂત્ર સાંભળ્યું હાય તા જ તે ફળસિદ્ધિ કરવામાં સમર્થ થાય છે. એટલે કે દેવ-ગુરૂની પૂજા, પ્રભાવના અને સાધમિક ભાઇઓની ભક્તિ વિગેરે સામગ્રી સાથે પસૂત્ર સાંભળવાથી યથાર્થ ફળના હેતુરૂપ થવાય છે. “ સર્વ છનવરામાં શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલા એકજ નમસ્કાર કોઈપણ પુરૂષ અથવા સ્ત્રીને સંસાર સાગરથી તારવાને સમર્થ છે. ”
इक्कोवि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसार सागराओ तारेइ नरं व नारिं वा ॥
એ વાત જો કે સંપૂર્ણ સત્ય છે, પણ એવાં વચના સાંભળી પૂજા–પ્રભાવના કે તપસ્યાદિ ઉપકારક સામગ્રીમાં કેાઈ પ્રમાદ કરે તે તે કેવળ અજ્ઞાનતા જ ગણાય. તેજ પ્રમાણે એવાં વચના સાંભળી પ્રયાસથી જ સાધ્ય એવા આ કલ્પસૂત્રના વિધિપૂર્વક શ્રવણમાં પણ કાઈ પ્રકારનું માળસ ન ઘટે. એમ કહેવામાં આવે છે કે “ સવ નઢીઓની રેતી એકઠી કરીએ અને સર્વ સમુદ્રોનુ પાણી એકઠું કરીએ તે પણ તેથી અનંતગણા એક સૂત્રના અર્થ થાય છે. ” વળી મુખમાં હજાર જીભ હાય મને હૃદયમાં કેવળજ્ઞાન હાય તા પણ મનુષ્યાથી આ કલ્પસૂત્રનું માહાત્મ્ય પૂરેપૂરૂ` કહી શકાતુ નથી.