________________
૪૩૪
શ્રી કલ્પસૂત્રઅને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તે દ્રવ્યના સમાન વર્ણવાળી હોય છે તે પ્રસિદ્ધ છે. આ સૂક્ષ્મ પનક જાણવા. હવે સૂક્ષમ બીજે કયાં છે? એમ શિષ્ય ગુરૂને પૂછયાથી ગુરૂ કહે છે કે–સૂક્ષમ બીજે પાંચ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રમાણે -કાળાં, નીલાં, રાતાં, પીળાં અને ધેળા. કણિકા એટલે નખિકા- નયું * જે લેકને વિષે પ્રસિદ્ધ છે તેને સમાન વર્ણવાળા તે સૂક્ષ્મ બીજે કહેલાં છે. તે જીવે છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જેવાનાં અને પ્રતિલેખવાનાં છે. હવે સૂક્ષમ હરિત કઈ છે? એમ શિષ્ય ગુરૂને પુછયાથી ગુરૂ કહે છે કે-સૂક્ષમ હરિત પાંચ પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે -કાળી, નીલી, રાતી પીળી અને પેળી. સૂક્ષમ હરિત એ છે કે જે પૃથિવી સમાન વર્ણવાળી હાય, અને તે પ્રસિદ્ધ છે. સાધુ સાધ્વીએ જાણવાની, જેવાની અને પ્રતિલેખવાની છે. તે સૂક્ષમ હરિત જાણવી. તે નવીન ઉત્પન્ન થયેલ પૃથ્વી સમાન વર્ણવાળી હોય છે. તે અલ્પ સંઘયણ (શરીરશક્તિ) વાળી હોવાથી થોડા કાળમાંજ નાશ પામે છે. હવે તે સૂમ પુ કયાં છે? એમ શિવે પૂછવાથી ગુરૂ કહે છે કે–સૂક્ષમ પુછપ પાંચ પ્રકારનાં કહેલાં છે. કાળાથી ધળા વર્ણ સુધી. વૃક્ષના સમાન વર્ણવાળાં તે સૂક્ષ્મ પુપે પ્રસિદ્ધ છે. તે છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂમ પુષ્પો જાણવો. હવે તે સૂક્ષ્મ ઈંડાં કયાં છે? એમ શિષ્ય પૂછયાથી ગુરૂ કહે છે કે-સૂમ ઇંડાં પાંચ પ્રકારનાં કહ્યા છે તે આ પ્રમાણે–મધમાખી, માકડ વિગેરેનું ઈંડું તે ઉદ્દેશાંડ ૧, ભૂતા જે લોકમાં “કુલાતરા” ના નામે પ્રસિદ્ધ છે તેનું ઈંડું તે ઉત્કલિકાંડ ૨,પિપિલીકા એટલે કીડી, તેનું ઈડું તે પિપિલિકાડવું, હલિકા એટલે ઘરોલી અથવા બ્રાહ્મણી. તેનું ઈંડું તે હાલકાંડ, ૪.
*નખની બે બાજુની ચામડી - કરોળીયા