________________
ચતુર્થાં વ્યાખ્યાન.
૧૪૩
આપવા લાગી કે:—“ હે સખી, તુ હમણા ધીરેધીરે ચાલજે, એલ તા પણ બહુ ધીમેથી, કોઇ ઉપર ક્રોધ ન કરતી, પથ્થ લેાજન લેજે, પેટ પરની નાડી પાચી ખાંધજે, ખડખડ હસીશ નહીં, ખુલ્લી જગ્યામાં બહુ ક્રીશ નહીં, કામળ પથારીમાં બનતાં સુધી પડી રહેજે, નીચી જગ્યામાં ઉતરવાનું સાહસ ન કરીશ, ઘરની વ્હાર પગલું ન મૂકીશ. ” વિગેરે. ગના ભારથી મઢ થયેલાં ત્રિશલા દેવી પેાતાની સહીયાની શિખામણને પણ માન આપતા રહ્યાં.
માતાના આહાર-વિહાર
ત્રિશલા માતા, ગર્ભને હિતકારી થાય તેવે, નહીં વધારે તેમ નહીં એછે, ગર્ભ ને પોષણ આપે તેવા પથ્ય-આહાર લેવા લાગ્યાં. જે કાળમાં જે આહાર લેવા જોઈએ તે કાળમાં તેજ આહાર પરિમાણુપણે લેવા લાગ્યાં, સૂવા અને બેસવાનાં આસન પણ નિદોષ અને સુકેામળ જ રાખ્યાં. પેાતાના પરિવાર સિવાય ખીજા કાઇ માણસાની અવર-જવર ન હેાય તેવા એકાંત, સુખકર મનાહર અને ચિત્તને આનદ ઉપજાવે એવા સ્થાનમાં રહેવા લાગ્યાં. તેમની હાલવા-ચાલવાની અને ઉઠવા-બેસવાની ક્રિયા પણ બહુ જ મૃદુતાભરી થવા લાગી.
પ્રશસ્ત દાહલા
ગના પ્રભાવથી ત્રિશલા ક્ષત્રિયાણીને જે દાહલા–મનારથા થયા, તે પણ ઘણા પ્રશસ્ત હતા. તેમને થયું કે ચારે દિશામાં અમારી પડતુ વગડાવ્યે હાય, ખૂબ દાન આપ્યાં હોય અને સદ્ગુરૂઓની સમ્યક્ પ્રકારે સેવા-પૂજા કરી હોય તેા કેવું સારૂં ? તી કરાની પૂજા અને સંઘને વિષે મહાત્સવ કરી અનેક પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કર્યું હોય તે કેવા આનંદ વર્તે ? જાણે હું સિંહાસન