________________
પ્રથમ વ્યાખ્યાન
૧૧.
જણાય તે એક માસકલ્પ પણ કરતા નથી. એવી રીતે મહાવિદેહ , ક્ષેત્રમાં પણ બાવીસ તીર્થકરોની જેમ જ સર્વ તીર્થકરેનાં ક૯૫ની વ્યવસ્થા જાણી લેવી.
ઉપર કહેલા દશ કપ શ્રી કષભ પ્રભુ તથા શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં નિયત છે અને બાવીસ તીર્થકરના તીર્થમાં પહેલે અલક ક૫, બીજે દેશિકકલ્પ, ત્રીજે પ્રતિક્રમણ ૯૫ ચેથે રાજપિંડક૫, પાંચમે માસ કલ્પ અને છઠ્ઠો પર્યુષણ કલ્પ એ પ્રમાણે છ કલ્પને કાંઈ નિશ્ચય નહીં, બાકી શય્યાતર ક૯૫, ચતુર્થત, પુરૂષયેષ્ઠ, અને કૃતિકર્મ એ ચાર કપ નિશ્ચયે હોય છે. એ રીતે દશ કલપને નિયત અને અનિયત વિભાગ જાણુ. મેક્ષમાર્ગ એકજ હોવા છતાં આચારભેદ કેમ?
આ સ્થળે એ પ્રશ્ન ઉઠશે કે સર્વ કેઈને માટે સાધવાગ્ય એક માત્ર મોક્ષમાર્ગ જ છે, તે પછી તેમાં પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુઓ અને બાકીના બાવીસ તીર્થકરના સાધુઓ વચ્ચે આ આચારભેદ શા માટે હેવો જોઈએ? તેનું સમાધાન નીચે આપીએ છીએ:
આચારભેદનું મુખ્ય કારણ જીવવિશેષ છે. શ્રી કષભ પ્રભુના તીર્થના જીવે સરળ સ્વભાવી અને જડ હોવાથી તેમને ધર્મનો બોધ હેલાઈથી થઈ શકતું નથી, કારણ કે જડતાનું નિવારણ કરવું બહુ આકરું હોય છે. શ્રી વીરપ્રભુના વારાના જીવો વક્ર અને વળી જડ હોવાથી તેમને ધર્મને બોધ તથા ધર્મનું પાલન એ બન્ને દુષ્કર થઈ પડે છે. બાકી બાવીસ તીર્થકરના સાધુઓને તો ધર્મને બધ પણ સરળતાથી થાય છે, અને તેનું પાલન પણ તેઓ બહુ સારી રીતે કરી શકે છે. કારણ કે તેઓ સરળ અને