________________
વિકમ વ્યાખ્યાન.
૨૪૫
યત્નપૂર્વક રક્ષણ કરેલા બ્રહ્મચર્યને આચરનારા, ક્રોધરહિત, માન હિત, માયારહિત, ભરહિત, આંતરિકવૃત્તિથી શાંત, બાહ્યાવૃતિથી શાંત, આંતરિક અને બાહા એમ બન્ને વૃત્તિથી શાંત, બવૃત્તિ શાંત હોવાથી સર્વ સંતાપરહિત, હિંસાદિ આશ્રવદ્યારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મના બંધનથી રહિત, મમતારહિત, દ્રવ્યાધિરહિત, સુવર્ણાદિ વસ્તુઓને સર્વથા ત્યજી દેનાર, દ્રવ્યથી શરીરના મેયરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વરૂપ મેલરહિત હવાથી નિરૂપલેપ-દ્રવ્યમાળ અને ભાવમળરહિત પ્રભુ ગણાયા.
- નિરૂપલેષપણાનાં દૃષ્ટાંત ઉપમા અને દષ્ટાંતથી પ્રભુનું નિરૂપલેપપણું વધારે સારી રીતે સમજી શકાશે. કાંસાનું પાત્ર જેમ જળથી નથી લીંપાતું, તેમ પ્રભુ પણ નેહથી ન લીંપાયલા, શંખને જેમ રંગોથી રંગી શકાતું નથી તેમ પ્રભુ પણ નિરંજન; સર્વ સ્થળે ઉચિતપણે અખલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અખલિતપણે વર્તવાથી, જીવના જેવી અખલિત ગતિવાળા, દેશ, ગામ, કુળ વિગેરે કોઈના પણ આધારની અપેક્ષા વિનાના હોવાથી આકાશની પેઠે આલંબન-આધાર રહિત, કોઈ પણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુની પેઠે બંધન હિત, કાલુષ્ય રહિત હાવાથી શરદુ તુના જળની પેઠે નિર્મળ હદયવાળા; સગાંસંબંધીઓના સ્નેહ અથવા કર્મથી ન લીંપાયેલા હોવાથી, કમળ જેવા ગ્રીવા અને ચાર પગ એ પાંચે અંગેને છુપાવી રાખનાર કાચબાની જેમ-ઈન્દ્રિયાને વશમાં રાખનાર ગેંડાના શીંગડાની પેઠે એકલા-અર્થાત ગેંડાને જેમ એક શીંગડું હોય છે તેમ ભગવાન પણ રાગ-દ્વેષ રહિત હોવાથી એકાકી, પરિગ્રહ રહિત અને અનિયત નિવાસ હોવાથી પંખીની જેમ સ્વતંત્ર જરા પણ પ્રમાદ ન કરનાર ભારંડ પક્ષીની જેમ અપ્રમાદી,