________________
શ્રી કલ્પસૂત્ર
ખોટી પાડનાર બ્રાહ્મણ તરફ રાજા ઘડીભર જોઈ રહ્યો. તેણે પ્રશ્ન કર્યો કે:-“શ્રીકાંત શેઠ અપુત્ર ગુજરી ગયા છે કે નહીં તેને નિર્ણય તે એક રીતે થઈ જ ચુક્યો છે. પણ તે બ્રહ્મદેવ! આપકેણ છે અને ક્યાંથી અને શા સારૂ આ પ્રપંચમાં પડ્યા છે તે જરી કહી સંભળાવશે ?”
બ્રાહ્મણે પોતાનું શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં વિલંબ ન કર્યો. તેણે સૌની સમક્ષ ખુલ્લી રીતે કહી દીધું કે –“હું કેઈ સામાન્ય રખડતે બ્રાહ્મણ નથી. લેકે જેની ધરણેન્દ્ર દેવ કહીને ઉપાસના કરે છે તે ધરણું-નાગરાજ હું પિતેજ છું. શ્રીકાંત શેઠના પુત્ર પોતાની સંપૂર્ણ બાલ્યાવસ્થામાં અઠ્ઠમ તપ કર્યો હતો તેથી તેની સહાય અર્થે મારે અહીં ખેંચાઈને આવવું પડયું છે. એ બાળક હજી જીવતો-જાગતે મેજુદ છે.” એમ કહેતાંની સાથેજ ધરછું કે, ભૂમિમાંથી સાક્ષાત ધનભંડાર કાઢી બતાવે તેમ તે મૃત ગણાતા પુત્રને બહાર કાઢ્યો અને તે હજી જીવતે જ છે એમ સિદ્ધ કરી બતાવ્યું.
રાજાને અને તેના અનુચરને વિસ્મય હદ ઉપરાંત વધી પડયો. તેમણે જીજ્ઞાસા કરી કે –“આ બાળક જન્મતાંવેંત અઠ્ઠમ તપ કરવાને શી રીતે પ્રેરાય?”
ધરણે એ બાળકને પૂર્વભવ નીચે પ્રમાણે કહી સંભ લાવ્યા–“હે રાજન ! આ બાળક પૂર્વભવે એક વણિકપુત્ર હતો. નાનપણમાં જ તેની માતા મૃત્યુ પામવાથી તેની સાવકી માતા અનેક પ્રકારે તેને નડ્યા કરતી. એક દિવસે તેણે પોતાના એક સન્મિત્રને પોતાની સાવકી માતાને અસહૃા જુલમ કહી સંભળાવ્યું. તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. તે જોઈ પેલા મિત્રને બહુ દયા આવી. મિત્રે કહ્યું કે –“ આ સંસારનાં