________________
૨૩૨
શ્રી કલ્પસત્ર
ઉપર રહેલા માટીના પીંડાની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. એટલું છતાં સંગમને કંઈ દી' ન વળે. સંગમે વિચાર્યું કે-“ઉપસર્ગ કરી કરીને હું થાકયો, પણ આ વા જેવા કઠિન મનવાળા મુનિને કંઈજ અસર થતી નથી. હવે હું પાછો ઇંદ્રની સભામાં શી રીતે હે બતાવી શકીશ? આ મુનિ પણ કઈ વિચિત્ર જે છે કે આટલું આટલું માથે કરવા છતાં પોતાના ધ્યાનમાંથી જરાય ચલાયમાન થતું નથી.” તેણે હવે આકરામાં આકરા ઉપસર્ગ કરવાનો નિશ્ચય કર્યો !
(૧૮) સંગમે હજાર ભાર જેટલું વજનદાર એક કાળચક વિકુછ્યું તે કાળચક ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. જે કાળચક મેરૂ પર્વતના મજબુત શિખર પર પડયું હોય તે તેના પણ ચૂરેચૂરા થઈ જાય, તે ચક પ્રભુના શરીર પર પડવાથી, તેઓ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા.
અનુકુળ ઉપસર્ગો છતાં સંગમની ધારણું પાર ન પડી. તેણે જોયું કે શસ્ત્રના પ્રાણઘાતક કે ક્રર પ્રાણીઓના ત્રાસદાયક ઉપસર્ગો આ મુનિને ચલિત કરવાને બદલે, ઉલટા વધારે દઢ બનાવે છે. માટે હવે છેલ્લામાં છેલ્લે ઉપાય અનુકૂળ ઉપસર્ગ કરવાને અજમાવી જોઉં. જરૂર, એ પ્રકારના ઉપસર્ગથી તેઓ ભ્રાંતિમાં પડયા વિના કે ફક્સાયા વિના નહીં રહે. ' (૧૯) રાત્રિ હોવા છતાં સંગમે પ્રભાત વિકવ્યું. માણસે આમતેમ ફરવા અને પિતાનાં કામકાજ કરવા મંડયા. તેમણે પ્રભુને કહ્યું કે;–“હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું, છતાં આમ ધ્યાનમાં ક્યાં સુધી પડ્યા રહેશો ? ઉઠે-આપને ધ્યાનને વખત તે કયારનેય પુરે થઈ ગયે.” પણ પ્રભુ તે પોતાના જ્ઞાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરાપણ ન ડગ્યા.