________________
શ્રી કલ્પસૂત્ર
નમો ઉવજઝાયાણું
નમે લોએ સવ્વસાહૂણં. પાંચ કલ્યાણક તથા ભગવન શબ્દને અર્થ.
* ભદ્રબાહુ સ્વામી પ્રથમ મંગળને માટે પંચપરમેષ્ટિને નમસ્કાર કરી, વીરપ્રભુના ચરિત્ર વિષે જઘન્ય તથા મધ્યમ વાચનારૂપ પ્રથમ સૂત્ર રચતા કહે છે કે –
તેણું કાલેણું–તે કાળે, એટલે કે આ અવસર્પિણી કાળના ચોથા આરાના છેડે (મૂળમાં જ્યાં “ણું” અક્ષર આવે છે તે કેવળ વાક્યાલંકાર અર્થે છે.).
તેણું સમણું–વિશિષ્ટ એ કાળનો વિભાગ સમય કહેવાય છે, એટલે કે શ્રી વર્ધમાન સ્વામી અવવું વિગેરે છે વસ્તુના કારણે થયા હતા તે સમયમાં
સમણે–શ્રમણ, એટલે કે તપસ્યા કરવામાં તત્પર
ભગવં–ભગવદ્ ભાગ શબ્દના ચેક અર્થ થાય છે, (૧) સૂર્ય (૨) જ્ઞાન (૩) માહાસ્ય (૪) યશ(૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭) રૂ૫ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦)ઈચ્છા (૧૧) લક્ષ્મી (૧૨) ધર્મ (૧૩) ઐશ્વર્ય અને (૧૪) નિઃ તેમાં યોનિ અને સૂર્ય એ બે અર્થ વર્જવા. ભગને નિ અર્થ તે ભગવાનને કઈ રીતે ન છાજે, પણ સૂર્યની સાથે વાળે પ્રત્યય બરાબર બંધબેસતે ન થાય તેથી સૂર્ય અર્થ પણ છાંડ.
મહાવીરે-કર્મ રૂપી વૈરીને પરાભવ કરવામાં સમર્થ. અર્થાત્ વર્ધમાન સ્વામી
પંચહષ્ણુત્તરે–હસ્ત નક્ષત્ર જેની ઉત્તરે આવે તેવું નક્ષત્ર, અર્થાત્ ઉત્તરાફાલ્યુની. અને પંચહષ્ણુત્તરે એટલે