________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૩૯ (૪) ચોથા ભવમાં અમે બન્ને ચેથા દેવલોકમાં દેવ થયા હતા.
(૫) પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયે હતું અને એ મારી પ્રિયતમા રાણુ થઈ હતી.
(૬) છઠ્ઠા ભવમાં અમે બને અગીયારમા દેવલોકમાં દેવ થયા હતા.
(૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો અને તે શેામતી નામની મારી રાણ થઈ હતી.
(૮) આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત દેવલોકમાં દેવ થયા હતા.
(૯) અને આ નવમા ભાવમાં હું નેમિનાથ તીર્થકર છું અને એ રાજીમતી છે. એટલે હે હરિ! અમારા પૂર્વભવના સંબંધ ઉપરથી જ રાજીમતીના સનેહનું મૂળ કારણું તમે સમજી શકશે.” ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને જૂદે જૂદે સ્થળે અનેક ભવ્યને પ્રતિબોધી અનુક્રમે રૈવતક પર્વત પર સમોસર્યા, તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પણ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી હતી.
કામદેવની લીલા ! એક વખતે સાધ્વી રાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર ઉપર જતી હતી, એટલામાં અચાનક વરસાદ વરસવા લાગ્યું. બીજી સાધ્વીઓ વરસાદથી બચવા જુદે જુદે સ્થળે વીખરાઈ ગઈ. ભીંજાએલા વસ્ત્રવાળી રાજીમતી પણ જળના ઉપદ્રવથી બચવા પાસેની એક ગુફામાં દેડી ગઈ, અને ગુફામાં જતાં જ પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સૂકાવવા માટે ચિતરફ પાથરી દીધાં. ઉતાવળમાં ને ઉતાવળમાં ગુફામાં બીજી