________________
દ્વિતીય વ્યાખ્યાન. વિષયક સંક૯૫ થયો. તે ચિંતવન સ્વરૂપ, અભિલાષારૂપ અને મને ગત–અર્થાત વચનવડે પ્રકાશિત નહીં કરેલે સંક૯૫ શું હશે?
ઈંદ્રની ચિંતા. ઇંદ્રને વિચાર થયે કે તીર્થકરે, ચક્રવત્તિઓ, બલદેવ અને વાસુદેવે કોઈ દિવસ શુદ્ધ કૂળમાં, અધમ કૂળમાં, અ૫ કુટુંબવાળા કૂળમાં, નિર્ધન કૂળમાં કૃપણ કૂળમાં કે ભિક્ષાવૃત્તિ વાળા બ્રાહ્મણકૂળમાં, જમ્યા નથી, જન્મતા નથી અને જન્મશે પણું નહીં. એવા પ્રકારની ઘટના તે કોઈ દિવસ બની નથી, બનતી નથી અને ભવિષ્યમાં બને પણ નહીં. વસ્તુત: તીર્થક રેથી માંડી વાસુદેવ વિગેરે ઉત્તમ જીવો, તે શ્રી ઋષભદેવે રક્ષક તરીકે સ્થાપન કરેલા ઉકૂળોમાં, ગુરૂપણે સ્થાપેલા ભેગકુળમાં, મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળમાં, શ્રી કષભદેવના પિતાના ઇક્વાકુ વંશના કુળમાં, પ્રજાલક તરીકે સ્થાપેલા ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળોમાં, તેમજ ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત કુળ વિગેરે બીજા પણ તેવા જ પ્રકારના શુદ્ધ જાતિ અને શુદ્ધ કુળવાળા વંશમાં (સાળને શુદ્ધપક્ષ તે શુદ્ધ જાતિ કહેવાય અને પિતાને શુદ્ધ પક્ષ તે શુદ્ધકુળ કહેવાય) આવ્યા હતા, આવે છે અને આવશે. તે પછી મહાવીર ભગવાન્ આ બ્રાહ્મણ કુળમાં કેમ આવે? ખરેખર, તે એક આશ્ચર્ય છે. અને એવા આશ્ચર્ય : કારક બનાવો પણ કોઈ ભવિતવ્યતાના ગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણ વીતી ગયા પછી આ લેકમાં બને છે.
દશ આશ્ચર્યો અથવા અચ્છેરા. આ અવસર્પિણ કાળમાં એવાં દશ આશ્ચર્યો થયેલાં છે. (૧) શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામાં પણ થયેલ ઉપસર્ગ (૨) ગર્ભ હરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભાવિત