________________
શ્રી કલ્પસૂત્ર
ભગવાન ભણવા જાય છે! હવે પ્રભુ આઠ વરસથી કંઈક અધિક ઉમ્મરના થયા. જો કે તેઓ જન્મથીજ ત્રણ જ્ઞાનના ધણ હતા છતાં પરમ હર્ષિત થયેલા મેહવશ માતપિતા, સામાન્ય પુત્રની પેઠે તેમને પાઠશાળામાં ભણવા મોકલવા તૈયાર થયા. શુભ મુહુર્ત અને શુભ લગ્ન જેઈ નિશાળે મોકલવાની મહત્સવપૂર્વક હોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને હાથી, ઘોડા વિગેરે વાહનથી, હાર, મુગટ, કંડલ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણથી અને પંચવણી રમણીય રેશમી વસ્ત્રોથી આદર પૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રત્ન અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. પાઠશાળાના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સોપારી, સાકર, બદામ દ્રાક્ષ, ચારાળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન અને રૂપાથી જડેલાં પાટી–ખડી–લેખણુ વિગેરે ઉપકરણે તૈયાર ક્ય. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્ન અને મોતીઓથી જડેલું સુવર્ણનું મહર આભૂષણ તૈયાર થયું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપુર વિગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણે, અને પુષ્પમાળાવડે અલંકૃત થયેલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડયા. સેવકેએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું. ચન્દ્રના કિરણે જેવા સફેદ ચામરો વીંઝાવા લાગ્યા, ગવૈયાઓ ગાયન ગાવા લાગ્યા, વાજીમાંથી મધુર સૂર નીકળવા લાગ્યા, વિવિધ પ્રકારના મનહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન મળવા માંડયા. એવી રીતે ધામધુમ સાથે, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રી વર્ધમાન કુમાર પંડિતને ઘેર ભણવા