________________
નવમ વ્યાખ્યાન.
૪૪૯ તે કાળે એટલે ચેથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરને વિષે સમવસર્યા તે અવસરે ગુણશેલ નામના ચિત્યને વિષે ઘણુ સાધુ, ઘણું સાધ્વી, ઘણા શ્રાવક, ઘણી શ્રાવિકા, ઘણા દે અને ઘણી દેવીઓની મધ્યે રહા (બેઠા) થકા (પણ પ્રચ્છન્નપણે ખુણામાં રહીને નહીં એ ભાવ જાણ.) આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચનયોગ વડે ભાખ્યું, આ પ્રમાણે ફળ કહેવાવડે કરીને જણાવ્યું. આ પ્રમાણે પ્રરૂપ્યું એટલે દર્પણની જેમ શ્રોતાના હૃદયમાં સંક્રમાવ્યું અને પર્યુષણુકલપના તે અધ્યયનને અર્થ એટલે પ્રયોજન સહિત (પણ પ્રયજન વિના નહીં), હેતુ સહિત (હેતુ એટલે નિમિત્ત: જેમકે ગુરૂને પૂછીને સર્વ કરવું તે શા હેતુથી? કારણ કે આચાર્યો પ્રત્યપાય જાણે છે ઈત્યાદિ હેતુ છે તે સહિત), કારણ સહિત (કારણ એટલે અપવાદ: જેમકે “ તરસ લાખ અડચણે તેને કપે ઈત્યાદિ કારણ સહિત), સૂત્ર સહિત, અર્થ સહિત, બંને (સૂત્ર અને અર્થ) સહિત, વ્યાકરણ સહિત (એટલે પૂછેલા અર્થને કહેવા સહિત) વારંવાર ઉપસ્યું. એ પ્રમાણે હું કહું છું એમ શ્રી ભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્ય પ્રત્યે કહેતા હવા. એ પ્રમાણે શ્રી પર્યુષણ કલ્પ નામે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સંપૂર્ણ થયું.
એ પ્રમાણે જગદ્ગુરૂ ભટ્ટારક શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી પ્રતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજય ગણિએ રચેલી કહ૫સુબાધિકાને વિષે સામાચારી વ્યાખ્યાન સંપૂર્ણ થયું અને સામાચારી વ્યાખ્યાન નામે આ ત્રીજે અધિકાર પણ સમાપ્ત થયે. શુભ ભવતુ !
२९
આ પ્રમાણે જ
લવિય
ને વિષે સામ
રચેલી જ ગણિજય સૂર