________________
૨૨૪
શ્રી કલ્પસૂત્ર
ને રહ્યા છે.” વગુર શ્રાવક તક્ષણ પ્રભુ પાસે આવ્યા અને અજ્ઞાનથી થયેલા અપરાધ બદલ મિથ્યાદુકૃત દઈ, ભક્તિથી વંદન કર્યું. ત્યાર પછી તે વગુર શ્રાવક ઉદ્યાનમાં જઈ શ્રી મન્નિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયે અને ઈન્દ્ર પણ પોતાને સ્થાને ગયે. - લાંબા લાંબા દાંતવાળા દંપતી
ત્યાંથી વિહાર કરી, પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતનાજ પરણેલા લાંબા લાંબા દાંતવાળા વર-વહુને સામેથી આવતાં જોઈ, ગોશાળાથી મુંગા ન રહેવાયું. તે બેલી ઉઠ્યો કે “અહો ! વિધિરાજ પણ કે કુશળ છે કે દૂર દૂર વસતાં સ્ત્રી-પુરૂષને બરાબર લક્ષમાં રાખી, જેને જે યોગ્ય હોય તેને તેજ મેળવી આપે છે. જુઓ તે ખરા ! આ બનાં દાંત અને પેટ કેવા મેટાં છે ? વાંસામાં પણ ખુંધ નીકળી છે અને નાકે ય ચીબા ! વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે!” આ પ્રમાણે મશ્કરી કરતા શાળાને પકડી વર-વહુ સાથેના માણસોએ ખૂબ માર્યો અને રસીથી બાંધી વાંસના એક જાળામાં હડસેલી દીધો. પાછળથી પ્રભુને છત્રધર હોવાની ખબર પડતાં તેનાં બંધન છેડી મુક્ત કરવામાં આવ્યું.
સ્વેચછના ઉપસર્ગ પછી પ્રભુ તેની સાથે ચાલતા ગભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી આઠમું ચાતુર્માસ ચેમાસી તપવડે પુરું કર્યું, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે:-“મારે હજી ઘણું કર્મ નિર્ભરવાનાં છે. ચીકણાં કર્મને ક્ષય કરવા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિજ પસંદ કરવી જોઈએ.” તેમણે તે માટે વજીભૂમિ પસંદ કરી. તે