________________
૧૭૨
શ્રી કલ્પસૂત્ર
હેન હતી. અને કોડિન્ય ગેાત્રની યશેાદા નામની આ હતી. ભગવાનની પુત્રી કાશ્યપ ગેાત્રની ગણાય, તેણીનાં એ નામ પ્રસિદ્ધ હતાં:—( ૧ ) અનવદ્યા અને ( ૨ ) પ્રિયદર્શના. ભગવાનની પુત્રીની પુત્રી (નતૃકા ) કોશિક ગૈાત્રની હતી અને તેણીનાં પણ એ નામ હતાં;—( ૧ ) શેષવતી અને (૨) યશસ્વતી. પ્રભુનાં વિશેષણા
શ્રમણ ભગવાન્ મહાવીર પાતે સર્વ કળાઓમાં કુશળ, પ્રતિજ્ઞાના નિર્વાહ કરવામાં હંમેશા તત્પર, અત્યંત સુંદર રૂપવાળા, પેાતાની ઇન્દ્રિયાને પેતાના વશમાં રાખનાર, સરળ પ્રકૃતિવાળા, વડિલાના વિનય કરનારા, પ્રખ્યાતિ પામેલા, સિ દ્વારાજાના પુત્ર–જ્ઞાતપુત્ર, જ્ઞાતકુળમાં ચન્દ્ર સમાન, વા ઋષભનારાંચ સંઘયણુ અને સમચતુરસ્ર સ ંસ્થાન વડે મનેાહર હાવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા, વિદેહદ્દિન્નાના અપત્ય એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, વિદેહાની કુખને વિષે ઉત્પન્ન થયું છે શરીર જેમનુ એવા, અને ગૃહસ્થાવાસમાં મહુ સુકુમાર હતા. આવાં વિશેષણેાથી વિભૂષિત પ્રભુ ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેમના માતપિતા દેવપણાને પામ્યા અને માટાભાઇ નંદિવર્ધન તથા રાજ્યના પ્રધાનાની, દીક્ષા લેવા માટે અનુમતિ મળી ત્યારે જ દીક્ષા લેવાને તૈયાર થયા. મોટાભાઇના આગ્રહથી એ વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાના અભિગ્રહ સંપૂણૅ થયેલેા હાવાથી, ‘સમાપ્ત થઇ છે પ્રતિજ્ઞા જેમની ' એવુ' વિશેષણ પણ પ્રભુને માટે સૂત્રકાર ચેાજે છે.
દીક્ષાની તત્પરતા—મ્હાટા ભાઇની માગણી
શ્રમણ ભગવાન મહાવીરની ઉમ્મર અઠયાવીશ વર્ષની થઈ