________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૧
रिसहेसर समं पत्तं निरवजं इखुरससमं दाणं ।' सेअंस समो भावो हविज जइ मग्गिअं हुजा ।।
અર્થાત્ જે રૂષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ જેવું નિરવદ્ય દાન અને શ્રેયાંસ જે ભાવ હોય તે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય જેવું જ શું હોય ? એટલે કે એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન અને એ અદ્વિતીય ભાવ એ ત્રણે વસ્તુ મહાભાગ્યના ગેજ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્તુતિ કરતા કરતા લેકે પોતપોતાના સ્થાને ગયા. ભગવંતે જે સ્થાને પારણું કર્યું તે સ્થાન કેઈ ન ઉલંઘે તે સારૂ શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ બનાવ્યું. શ્રેયાંસકુમાર નિત્ય અને સંધ્યા સમયે ભકિતથી તેની પૂજા કરે અને પ્રાત:કાળે તો પૂજ્યા પછીજ જમે.
બાહુબલિએ લાભ ગુમાવ્યું એકવાર પ્રભુ વિચરતા વિચરતા એક સાયંકાળે બહલી દેશમાં તક્ષશિલા નગરીની સમિપમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણ આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી તેને અતિશય આનંદ તે થયે; છતાં તેણે વિચાર કર્યો કે અત્યારે એમને એમ જઉંતે કરતાં સવારમાં સર્વ સમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરૂં તો કેવું સારૂં? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રી મહેલમાં વ્યતિત કરી દીધી. પ્રાતઃકાળ થતાં પ્રભુ પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરીને ત્યાંથી વિહાર કરી ગયા. બાહુબલિએ આડંબરપૂર્વક સવારી કાઢી અને ભારે ધામધુમ સાથે પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યું. ત્યાં આવીને જોયું તે પિતાના આવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણે