________________
પંચમ વ્યાખ્યાન.
૧૬૧ શબ્દનો અર્થ જનપ્રતિમાની પૂજા એ પ્રમાણે જ કરવાનું છે. કારણ કે મહાવીર સ્વામીના માતપિતા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રાવક હતા એમ આચારાંગ સૂત્રમાં (દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય ચૂલિકા, પંદરમા અધ્યયનમાં) કહ્યું છે. અને શ્રાવકને બીજા યાગ અસંભવિત હોવાથી જીનપ્રતિમાની પૂજા સિવાય બીજે અર્થ બંધબેસત થતું નથી. યાગ શબ્દમાં “યજ” ધાતુ છે. અને તેને દેવપૂજા એ અર્થ થાય છે. તે ઉપરાંત સિદ્ધાર્થ રાજાએ પવોદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું પણ ખૂબ દાન આપ્યું તથા અપાવ્યું. વળી સેંકડે હજારો અને લાખો વધામણાં પોતે ગ્રહણ કર્યા અને કરો પાસે ગ્રહણ કરાવ્યાં.
- ચંદ્ર-સૂર્યનાં દર્શન હવે શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાએ પ્રભુના જન્મને પહેલે દિવસે, કુલકમથી ચાલી આવતી ઉચિત કિયા કરી. ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શનનો ઉત્સવ કર્યો. તેનો વિધિ નીચે પ્રમાણે છે–પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે ગૃહસ્થ ગુરૂ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચદ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી–પૂજી વિધિપૂર્વક સ્થાન પન કરે. ત્યારપછી માતા સ્નાન કરી, સુંદર વસ્ત્રો તથા આભૂષણે પહેરી, ચન્દ્રને ઉદય થતાં પ્રત્યક્ષ ચંદ્રની સન્મુખ પુત્રને લઈ જાય. ॐ अहं चन्द्रोऽसि, निशाकरोऽसि, नक्षत्रपतिरसि, सुधाकरोऽसि, ગૌથમતિ, મી પુણ્ય વૃધેિ કુરુ કુરુ વહિ ઈત્યાદિ ચન્દ્રને મંત્ર ઉચ્ચારતે ગુરૂ માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે અને પુત્ર સહિત માતા ગુરૂને નમસ્કાર કરે ત્યારે ગુરૂ આશિર્વાદ આપે કે:
सौषधीमिश्र मरीचिराजिः सर्वापदां सहरणप्रवीणः । करोतु वृध्धिं सकलेऽपि वंशे, युष्माकमिन्दु सततं प्रसन्नः ।।