________________
૨૪૨
શ્રી કલ્પસત્ર
બેલ, મારા બળદ ક્યાં ગયા?”ગેવાળે બે-ત્રણ વાર પ્રભુને પ્રશ્ન કર્યો, પણ ધ્યાનસ્થ પ્રભુએ તેને કંઈ પણ જવાબ ન વાળ્યો.
આથી વાળને ખૂબ ખીજ ચડી. તે દેડતે જઈને, જેના તીર થાય છે તે સરકટ વૃક્ષના કાષ્ટના બે મજબુત ખીલા લઈ આવ્યો, અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હથડાવતી બને ખીલા ઉંડા પેસાડી દીધા. ખીલાના અગ્રભાગ કાનમાં એક બીજાને મળી ગયા. ખીલાઓને કેઈ ખેંચીને બહાર કાઢી શકે નહીં એવા નિર્દય ઈરાદાથી, ગવાળે બને ખીલાના હાર દેખાતા ભાગ કાપી નાખ્યા. એ પ્રમાણે ઘેર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી લેશમાત્ર પણ ન ચળ્યા.
પ્રભુના કંઠમાંથી નીકળેલી કારમી ચીસ !
પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા. ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યને ઘેર ગયા. સિદ્ધાર્થ પ્રભુને સારી રીતે સત્કાર કર્યો અને ભક્તિભાવથી પારણું કરાવ્યું. તે વખતે ત્યાં ખરક નામને એક કુશળ વૈદ્ય બેઠે હતે. તે સિદ્ધાર્થને મિત્ર થતું હતું. વૈધે પ્રભુની મુખમુદ્રા બારીકીથી જોઈને કહ્યું કે –
ખરેખર ભગવંતનું શરીર સર્વ સુલક્ષણેથી સંપૂર્ણ છે. પણ પ્લાન જેવું દેખાતું હોવાથી કયાંઈક શલ્ય હોવું જોઈએ.” - સિદ્ધાર્થને વૈદ્યની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે –“જે તમે કહે છે તે વાત ખરી હોય તે આપણે બરાબર તપાસ કરી, ભગવંતના શરીરમાં શલ્ય ક્યાં છે તે શોધી કાઢવું જઈએ.” વૈધે આખાય શરીરની તપાસ કરી. આખરે પ્રભુના બને કાનમાં ખીલા ઠેકેલા દેખાયા. સિદ્ધાર્થે પણ તે જોયા. - સિદ્ધાર્થ છે –“આ કોઈ દુષ્ટ માણસનું તર્કટ હેવું જોઈએ. પણ આપણે એ શલ્ય જેમ બને તેમ જલદીથી કાઢી