________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૫ ચિદ સ્વપ્નાઓથી સૂચિત થયેલા, ચોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા લાયક, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય અને મનુષ્યને આનંદ ઉપજાવનારા પુત્રરત્ન વિના હવે મને આ રાજ્યની પણ શી જરૂર છે? તુચ્છ વિષયજન્ય આ કૃત્રિમ સુખની પણ મારે હવે શા સારૂ પરવા રાખવી જોઈએ ? આ રેશમી શમ્યા અને આ મહેલના વૈભવની મને શી જરૂર છે? ' અરે દેવ ! દુ:ખરૂપી અગ્નિથી તું શા સારૂ મને બાળી રહ્યા છે? મારા કોઈ પણ પ્રકારના અપરાધ વિના આવી શત્રુતા શા માટે બતાવે છે ? ખરેખર, આ સંસારજ ધિક્કારવા છે. સંસારના વિષયે જ એવા ચંચળ, અને મધથી લીંપેલી તલવારના જેવા દગાવાળા છે.
અથવા પૂર્વભવમાં મેં શું કંઈ એવું દુષ્ટ કૃત્ય કર્યું હશે કે જેથી મને આવું સંકટ પ્રાપ્ત થયું ? ધર્મશાસ્ત્રમાં ત્રષિઓએ કહ્યું છે કે –“જે પાપી પ્રાણ, પશુ, પક્ષી અથવા મનુષ્યના બાળકને તેમના માતા પિતાથી વિયેગ કરાવે છે તે પ્રાણને સંતતિ જ થતી નથી, અને કદાચ થાય તો તે તત્કાલ મરી જાય છે.” ત્યારે મેં પોતે શું પૂર્વજન્મમાં દુર્ણ બુદ્ધિથી, ભેંસ થકી તેના ધાવણ વસેને વિછેહ કરાવ્યે હશે ? અથવા દૂધના લોભથી મેં તે વાછરડાઓને દૂધને અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે ? અથવા શું મેં બચ્ચાંઓ સહિત ઉંદરોનાં દર પાણીથી પૂરી દીધાં હશે ? અથવા શું પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ, ધર્મબુદ્ધિથી કીડી વિગેરેનાં દરને ઉના પાણીથી ભરી દીધાં હશે ? અથવા શું ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફાડી નાખ્યાં હશે ? અથવા શું મેં ઇંડાં અને બચ્ચાંઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર ફેંકી દીધા હશે? અથવા શું મેં કોયલ પોપટ અને