________________
૧૪
શ્રી ક૯૫સૂત્રએ ભગવાનને અભિગ્રહ શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં જ રહ્યા રહ્યા, સાડા છ માસ વીત્યા બાદ એવા પ્રકારને અભિગ્રહ ધારણ કર્યો કે “જયાં સુધી મારા માતાપિતા જીવતા રહે ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી ન કપે.” કારણ કે પ્રભુએ વિચાર્યું કે“હજુ તે હું ઉદરમાં છું, છતાં માતાને મારી ઉપર આ ગાઢ નેહ છે તે પછી મારો જન્મ થયા બાદ તે કેવો સ્નેહ થશે ?” એટલે કે માતપિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો. કેમકે કહ્યું છે કે પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી નેહ રાખે છે. અધમ માણસે જ્યાં સુધી સ્ત્રી ન મળે ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસે જ્યાં સુધી માતા ઘરનું કામકાજ કરે ત્યાં સુધી સ્નેહ રાખે છે, તથા ઉત્તમ માણસે છેક જીવિત પર્યત માતાને તીર્થ સમાન ગણી તેના પર સ્નેહ રાખે છે.
ગર્ભપષણને વિધિ ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણીએ નાન કર્યું. ઈષ્ટદેવનું પૂજન કર્યું, સકળ વિની શાંતિ માટે તિલકવિગેરકેતુકે અને દહીં, છે, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્તો પણ કર્યા. આખા અંગે અલંકાર સજ્યાં, અને બહુ ઠંડા નહીં તેમ બહુ ગરમ નહીં, અતિ કડવા નહીં તેમ અતિ તીખા નહીં, અતિ તુરા નહીં તેમ અતિ ખાટા કે મીઠા નહીં, અતિ ચીકાશવાળા નહીં તેમ અતિ લુખા નહીં, અતિ લીલાં નહીં તેમ અતિ સૂકાં નહીં એવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણ ગર્ભનું પિષણ કરવા લાગ્યાં.