________________
(૩૪૬
શ્રી કપત્ર
સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૧ મા જીનેશ્વર) શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ચેપન સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી વાસુપૂજ્યનું નિવાણ થયું, ત્યારપછી છેતાલીશ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચનાદિ થયાં.
(૧૦ મા જીનેશ્વર) શ્રી શીતલનાથના નિર્વાણ પછી સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીસ હજાર વરસ ન્યૂન એવા એક કટિ સાગરેપમે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ થયું અને બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા સે સાગરોપમ છાસઠ લાખ અને છવીસ હજાર વરસે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચનાદિ થયાં. (અર્થાત્ શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને રાશી હજાર વરસે શ્રી મહાવીરનું નિવણ થયું.).
(૯ મા જીનેશ્વર) શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી નવ કેટિ સાગરેપમે શ્રી શીતલનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિવાણુ થયું, ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૮ મા જનેશ્વર) શ્રી ચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવું કેટિ સાગરોપમે શ્રી સુવિધિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા દસ કેટી સાગરોપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું, ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.