________________
૪૦૬
શ્રી કલ્પસૂત્ર
વરસના દુકાળ પડ્યો. દુકાળના અંતે એકવાર સાપારક નામના નગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષ મૂલ્યવાળું અન્ન રાંધીને તેની ઇશ્વરા નામની સ્ત્રી તેમાં ઝેર ભેળવવાના પ્રપંચ કરી રહી હતી, તેટલામાં વસેને ત્યાં આવી પહેાંચી, ગુરૂનું વચન સંભળાવી અટકાવી, ખીજેજ દિવસે સવારમાં પ્રભાત થતાંજ વહાણવટે પુષ્કળ ધાન્યસામગ્રી આવી પહોંચી અને દેશમાં સર્વત્ર સુકાળ ફેલાઈ ગયા. પછી જિનદત્ત પાતાની સ્રી તથા નાગેન્દ્ર, ચ નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રા સાથે દીક્ષા લીધી. તે ચાર શિષ્યાના નામથી ચાર શાખા ફેલાઈ.
શ્રી આ સમિત બ્રહ્મદીપિકા શાખા
:
આભીર દેશમાં અચલપુરની નજીક, કન્ના તથા એન્ના નામની નટ્ઠીની મધ્યમાં આવેલા શ્રાદ્વીપમાં પાંચસા તાપસ રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે પાણી ઉપર થઈને, પોતાના પગને ભીંજાવા દીધા વિના-જમીન ઉપર ચાલે તેવીજ રીતે, પારણાને માટે નદીને પેલે પાર ચાલ્યા જતા. તેની આવી કુશળતા જોઇ લેાકેાને થતુ કે “ અહા ! આ તાપસ કેટલે અધા શક્તિશાલી છે ? જેનેામાં આવે! કોઇ પ્રતાપી પુરૂષ નહીં હાય ?”
શ્રાવકાએ શ્રી વાસ્વામીના મામા આસમિત સૂરિને એલાવ્યા અને ઉપરાત તાપસ સંબંધી હકીકત સાંભળાવી. આ સમિત સૂરિજીએ કહ્યુ કે- એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કંઇજ નથી, એ કેવળ પાલેપ શકિતના જ પ્રતાપ છે.”
66
તે પછી શ્રાવકાએ પેલા તાપસને જમવાનું આમંત્રણ માકહ્યુ. તાપસ જમવા ઉઠયા એટલે તેનાં પગ અને પગની પાવડી ખૂબ સારી રીતે ધેાવરાવ્યાં. ભાજન ક્રિયા પણ પુરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકા પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા.