________________
૩૩૧
સપ્તમ વ્યાખ્યાન - બોલતાં તેની આંખમાંથી અશ્રુની ધાર વહી નીકળી, તેના વદન ઉપર સંતાપની ઘનઘોર છાયા ફરી વળી.
સખી શાંત્વન આપતી કહેવા લાગી:–“હેન! પાપ શાંત થાઓ, અમંગળનો નાશ થાઓ ! કુલદેવીએ તમારું કલ્યાણ કરે.”
નેમિકુમાર વિચારમાંથી બગૃત થયા અને સારથિને કહ્યું:સારથિ ! રથ પાછો વાળો. એ વખતે એક હરણ શ્રી નેમિનાથની સામે જેતે અને પોતાની ગરદનથી હરણીની ગરદનને. ઢાંકી દેતે ઉભે હતો. અહીં કવિ કહે છે કે, પ્રભુને જોઈને હરણ પિતાની મુંગી વાણમાં જાણે કહેવા લાગે કે –
मा पहरसु मा पहरसु एयं मह हिययहारिणिं हरिण सामी अम्हं मरणा वि दुस्सहो पियतमा विरहो ॥ અર્થાત–હે સ્વામી! મારા હદયને હરનારી આ હરણને તમે ન મારતા, ન મારતા; કેમકે મારા મરણ કરતાં ય મારી પ્રિયતમાને વિરહ મને અસહ્યા છે.
હરણી પણ એજ વખતે શ્રી નેમિનાથની સામે જોઈ પિતાના પતિને જાણે સલાહ આપતી હોય તેમ કહેવા લાગી:–
एसो पसन्न वयणो तिहुअणसामी अकारणो बन्धु
ता विण्णवेसु वल्लह रकखत्थं सव्व जीवाणं ॥ અર્થાત–આ પ્રસન્નમુખવાળા તે ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલલભ ! સર્વ જીવેનું રક્ષણ કરવાની તેમને પ્રાર્થના કરી.
પત્નીથી ઘેરાયેલો હરણ પ્રભુને કહેવા લાગ્યું –