________________
૧૮૬
શ્રી ક૯૫મૂત્ર
સાથે ચંદ્રને વેગ થયે ત્યારે ઈદ્દે ડાબા ખભા ઉપર સ્થાપના કરેલું દેવળ વસ્ત્ર ગ્રહણ કરીને એકલા એટલે રાગદ્વેષરહિતપણે, અદ્વિતીયપણે, (એટલે કે અષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્વનાથ ત્રણ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છ સાથે અને બાકીના ઓગણીસ તીર્થંકર હજાર હજાર સાથે દીક્ષિત થયા હતા તેમ ભગવાન મહાવીર બીજા કેઈની સાથે નહીં, પણ અદ્વિતીયપણે) કેશને લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગ્રહવાસથી નીકળી અનગારપણાને–સાધુપણાને પામ્યા !
પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચારવા ઇચ્છા કરી ત્યારે ઈદ્ર વાછત્ર વિગેરેને કેલાહલ શાંત કરાવ્યો. પ્રભુએ “નમો સિદ્ધાણું” એ પ્રમાણે કહીને સમરૂટ્સ સવૅ સાવí નો પરિવામિ” ઈત્યાદિ પાઠને ઉચ્ચાર કર્યો. પણ
મને” (પૂજ્ય) શબ્દ ન બોલ્યા કારણ કે તીર્થકરોને એ આચાર છે કે તેઓ સામાયિક ઉચ્ચારતાં “મ” શબ્દ ન લે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તરતજ પ્રભુને શું મન: પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ઈંદ્રાદિ દેવે તેમને વંદી, નંદીશ્વર દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા.