________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૦૯ તે પુરૂષપ્રધાન, અહંન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં જ મતિ, થત અને અવધિ એ ત્રણે જ્ઞાન સહિત હતા. પિતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે “હું સ્વર્ગથી થવીશ.” એમ જાણે ખરા, પણ “હું એવું છું ” એ પ્રમાણે જાણતા નથી, કારણકે વર્તમાન કાળ-એક સમયને અતિ સૂક્ષ્મ હોય છે. અહીં વામાદેવી ચાદ સ્વમ જુવે છે, સ્વમ પાઠકને સ્વમનાં ફળ પૂછાય છે વિગેરે પૂર્વોક્ત પાઠ પ્રમાણે સર્વ સમજવું. જેમાં શ્રી મહાવીરસ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચાદ સ્વપ્ન જોયાં હતાં તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચાદ સ્વપ્ન જોયાં. વામદેવીએ અશ્વસેન રાજા પાસે જઈ તે કહી સંભળાવ્યા, સ્વપ્ન પાઠકેએ સ્વપ્નનાં ફળ કહ્યા વિગેરે સમજવું. વામાદેવી, ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભનું સારી પેઠે પાલન કરવા લાગ્યાં.
તે કાળે અને તે સમયે હેમંતઋતુને બીજે માસ, હેમંત તુનું ત્રીજું પખવાડીયું–પિષ માસનું કૃષ્ણ પખવાડીયું વર્તતું હતું, તે પિષ માસના કૃષ્ણ પખવાડીયાની દશમની તિથિને વિષે ( ગુજરાતી માગશર વદિ દશમની તિથિ) નવ માસ બરાબર પૂર્ણ થતાં અને સાડા સાત દિવસ જતાં, મધ્ય રાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં, આરેગ્યવાળી તે વામાદેવીએ રેગરહિત પુત્રનો જન્મ આપે.
જે રાત્રિને વિષે પુરૂષપ્રધાન અહંન શ્રી પાર્શ્વનાથ પ્રભુ જમ્યા તે સત્રિ, ઘણાં દેવ-દેવીઓનાં અવર–જવરને લીધે
અતિશય આકુળ થઈ, અને તેમના આનંદજન્ય અવ્યક્ત 5 શબ્દથી કેળાહળમય બની ગઈ.
“પાર્થ” નામ પાડવાનું કારણ પાર્શ્વનાથ પ્રભુને જન્મોત્સવ વિગેરે વૃત્તાન્ત શ્રી વીરપ્રભુની