________________
४२२
શ્રી કલ્પસૂત્ર
માગે અને માગણી કરતાં વૈયાવચ્ચ કરનાર દુધ વિગેરે તે વસ્તુ પ્રાપ્ત થાય તે પછી ગ્લાને કહ્યા પ્રમાણ જેટલી મળે એટલે રાખે, થયું એમ ગૃહસ્થને કહે. ગૃહસ્થ એમ કહે કે “હે. ભગવન્! “થયું ” એમ કેમ કહો છો?” ત્યારે સાધુ કહે કે
ગ્લાનને એટલેજ ખપ છે,” આ પ્રમાણે કહેતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે “હે આર્ય સાધુ! તમે ગ્રહણ કરો. ગ્લાને ભેજન કર્યા બાદ પક્વાન્ન આદિક જે કાંઈ વધે તે તમે ખાજે, દુધ આદિક પીજે.” કવચિત્ પાદિક્ષિત્તિને બદલે દક્ષિત્તિ જોવામાં આવે છે. ત્યારે એમ અર્થ કરે કે “ગ્લાને ભેજન કર્યા બાદ જે કાંઈ વધે તે તમે ખાજે અને બીજાને આપજે.' એમ તેણે (ગ્રહસ્થ) કહ્યું છતે અધિક લેવું કલ્પ. પણ ગ્લાનની નિશ્રાએ કૃદ્ધિથી પોતાને માટે લેવું કપે નહીં. ગ્લાનને માટે માગી આણેલ આહારાદિ મંડળીમાં આણવું નહીં. ૧૮.
અનિંદનીય ઘરે ૭ ચોમાસુ રહેલા સાધુઓને તે પ્રકારનાં અનિંદનીય ઘરે, જેવાં કે તેઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય (શ્રાવકીકુતાનિ) પ્રત્યયવંત અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય, અથવા દાનને વિષે સ્થિરતાવાળાં હેય, નિશે અહીં મને મળશે એ જ્યાં વિશ્વાસ હોય, જ્યાં સર્વ યતિઓને પ્રવેશ સંમત હોય, જેને ઘણા સાધુઓ સંમત (ઈષ્ટ)હોય અથવા જ્યાં ઘરનાં ઘણું મનુ બેને સાધુઓ સંમત હોય તથા જ્યાં દાનની આજ્ઞા દઈ રાખી હોય અથવા સર્વ સાધુઓ સરખા છે એમ ધારીને જ્યાં લઘુ શિષ્ય પણ ઈષ્ટ હોય, પરંતુ મુખ જોઈને ટીલું કરાતું ન હોય તેવાં ઘરને વિષે, જોઈતી વસ્તુ અણદીઠે આ પ્રમાણે કહેવું કપે નહીં કે “હે આયુષ્યમન્ ! આ વસ્તુ છે?” એમ નહીં જોયેલી