________________
ષમ વ્યાખ્યાન.
રશ્ય ભૂમિમાં પરમાધામી જેવા ક્રર પ્લેએ તેમને ઘણું ઉપસર્ગ કર્યા. પરંતુ એ ઉપસર્ગોથી કર્મને ધ્વસ થતું હોવાથી, પ્લેચ્છોને પણ બંધુથી અધિક પ્રેમથી ચાહવા લાગ્યા. પ્રભુએ તેજ ભૂમિમાં નવમું ચતુર્માસ માસી તપવડે પુરૂં કર્યું, ત ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યો. ત્યાં ચોમાસામાં કઈ એક નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયતજ કરેલું.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગામ તરફ જતાં રસ્તામાં શાળાએ એક તલનો છેડ જોઈ પ્રભુને પૂછયું કે –“ પ્રભુ ! આ છોડ ફળશે કે નહીં?” પ્રભુએ કહ્યું કે –“ફળશે. તેને સાત ફૂલ લાગ્યાં છે તે સાતે કુલના જીવ મરીને આજ છોડની શીંગમાં સાત તલ થશે. ” પ્રભુનાં વચનને જુઠું પાડવા તેણે તે છોડવો મૂળમાંથી ખેંચી કાઢી ફેંકી દીધો. નજીકમાં રહેલા વ્યંતરેએ આ ઘટના જાણી, પ્રભુની વાણુને નિષ્ફળ ન બનાવવા, ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં, છેડનું મૂળીયું કે ગાયની આરીથી બરાબર દબાઈ ગયું અને ધીરે ધીરે તે છેડે હતો તે જ થઈ ગયે.
તેલેશ્યાનો વિધિ કુર્મગામની બહાર વૈશ્યાયન નામને એક તાપસ મધ્યાન્હ સમયે, બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દષ્ટિ રાખી, જટા છૂટી. મૂકી, સૂર્યની આતાપના લેતે હતો. સૂર્યના સખ્ત તાપને લીધે તેની જટામાંથી જૂએ (ધૂકા) ખરતી હતી. તાપસ તે જૂઓ પાછી વીણું પોતાની જટામાં મૂકતા. આવું દુસહ અનુષ્ઠાન , કરી રહેલા તાપસની ચેષ્ટા કર્યા વગર શાળાથી ન રહેવાયું.
- ૧૫