________________
પછમ વ્યાખ્યાન.
ર૭૫
ન પ્રેત્યસંજ્ઞાતિ–આવી રીતે પૂર્વના ઉપગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી.
સારાંશ એ છે કે આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપગરૂપ અનંતા પર્યાયે રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે, એટલે કે વિજ્ઞાનમય છે. જ્યારે ઘટ-પટ વિગેરે ભૂતે યપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદિ રૂપ હેતુથી “આ ઘડે છે, આ વસ્ત્ર છે” ઈત્યાદિ પ્રકારના ઉપગરૂપે આત્મા પરિણમે છે. કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. વળી જ્યારે તે ઘટ-પટાદિ ભૂતોને આંતરો પડી જાય, અથવા તેઓને અભાવ થાય કિંવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઈત્યાદિ કઈ પણ કારણથી આત્માને ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે શેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી ત્યારે આમાં પણ “આ ઘડે છે, આ વસ્ત્ર છે” ઇત્યાદિ પ્રકારના ઉપગરૂપે રહેતું નથી. તેથીજ વેદ વાક્યમાં કહ્યું છે કે– પ્રેત્યસંજ્ઞાતિ–એટલે કે બીજા પદા
ના ઉપયોગ વખતે પૂર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવે અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે શરીરથી આત્મા સાવ ભિન્ન છે.
સૂર્યને ઉદય થતાં, ધમસ ઉડી જાય તેમ પ્રભુના મુખમાંથી નીકળેલા યુક્તિના પ્રકાશે વાયુભૂતિના શંકાનાં વાદળ વિખેરી નાંખ્યા. તેણે નિશ્ચય કર્યો કે, “ખરેખર, આત્મા શરીરથી ભિન્ન છે.” સંશય દૂર થતાં જ તે પ્રભુના પાદપધમાં નમી પડયે અને પિતાના પાંચસે શિષે સાથે તે જ સમયે દીક્ષા લઈ લીધી.