________________
નવમ વ્યાખ્યાન.
૩ ચોમાસુ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં એક જન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કપે. ૧૦. જયાં નદી નિત્ય પુષ્કળ પાણીવાળી હોય અને નિત્ય વહેતી હોય ત્યાં સર્વ દિશા અને વિદિશામાં એક યોજના અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું આવવું કપે નહીં. ૧૧. કુ ણાલા નામની નગરીને વિષે ઐરાવતી નામની નદી હમેશાં બે ગાઉ વહેતી છે. તેવી નદી થોડું (ઉંડું) પાણી હોવાથી ઉદ્ભઘવી કપે છે કે જ્યાં આ પ્રમાણે કરી શકાય. કેવી રીતે કરી શ. કાય? તે કહે છે: એક પગ જળમાં રાખીને અને બીજો પગ સ્થ. લ ઉપર રાખીને એટલે પાણીથી ઉપર–અધર રાખીને આવી, રીતે જે જઈ શકાય તો ચારે દિશા અને વિદિશામાં એક યોજન અને એક ગાઉ (ભિક્ષા નિમિત્તે) જવું-આવવું કપે. ૧ર. જ્યાં પૂર્વોકત રીતિ પ્રમાણે ન જઈ શકાય ત્યાં સાધુને ચારે દિશા અને વિદિશામાં તેટલું જવું–આવવું કપે નહીં અને જ્યાં એ પ્રમાણે ન કરી શકાય અને પાણી વિલેડીને જવું પડે ત્યાં જવું કહ્યું નહીં. જંઘાર્ધ સુધી પાણું હોય તે દકસંઘટ્ટ કહેવાય. નાભિ સુધી પાણું હોય તે લેપ કહેવાય અને નાભિથી ઉપર હોય તે લેપોપરિ કહેવાય. ત્યાં શેષ કાલમાં ત્રણ વાર દકસંઘટ્ટ થયે છતે ક્ષેત્ર હણાય નહીં એટલે ત્યાં જવું કલ્પ, એ ભાવ જાણ. વર્ષકાલમાં સાત વાર દકસં ઘટ્ટ થાય તો પણ ક્ષેત્ર હણાય નહીં. શેષ કાલમાં ચેથા અને વર્ષાકાલમાં આઠમે દકસંઘટ્ટ થયે છતે ક્ષેત્ર હણાય છે. લેપ તે એક પણ હોય તે ક્ષેત્રને હણે છે તેથી નાભિ સુધી જળ હોય તે જવું ક૯પે નહીં, તે પછી તે પોપરિ એટલે નાભિની ઉપર જળ હોય તો તેની તે વાત જ શી કરવી? ૧૩.
કે તેટલા પહોળા પ્રવાહવાળી.