________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૫૫
જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા, પ્રજાને બંધબેસતું થાય તેવું વ્યવસ્થિત રાજતંત્ર ગોઠવી દીધું, તેમજ ઉંચી જાતના ઘડા, હાથી, બળદ અને ગાયે વિગેરેને પણ સંગ્રહ કરવા માંડયા. તેમણે રાજવ્યવસ્થા માટે ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર મૂળ સ્થાપ્યાં. જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓ ઉગ્ર કુળમાં ગણાયા અને તેઓ આરક્ષસ્થાનીય-કેટવાળના નામથી સંબોધાયા. જેઓ ભેગને ગ્યા હતા તેમને ભેગકૂળમાં સ્થાપ્યા અને તે ગુરૂસ્થાનીય ગણાયા. જેઓ સમાન વયના હતા તેમને રાજચકૂળમાં મૂક્યા અને તે મિત્રસ્થાનીય લેખાયા. બાકીના પ્રધાન પ્રજાજનેને ક્ષત્રિયકૂળમાં સ્થાપ્યા.
રંધનકળાને કમવિકાસ ઉત્તરોત્તર વિષમ કાળ આવવાથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળ મળવાં દુર્લભ થઈ પડયાં, તેથી ઈવાકવંશના માણસે શેરડી ખાઈને રહેવા લાગ્યા તેમજ બીજાઓ પ્રાય: વૃક્ષનાં પત્ર તથા ફળકુલ ખાઈને ચલાવવા લાગ્યા. તે વખતે હજી અગ્નિની શોધ થઈ હતી. તેથી લોકો ચોખા વિગેરે ધાન્ય કાચું જ ખાતા. પણ કાળના પ્રભાવે કાચા ચોખા પચવા ભારે થઈ પડ્યા. તેથી તેમણે થોડે થોડે આહાર કરવા માંડયે. શેડું થોડું ખાવા છતાંય ખાધેલું ધાન્ય પુરેપુરું ન પચે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે પ્રભુના કહેવા પ્રમાણે ચોખા જેવા ધાન્યને હાથથી મસળી, ફોતરાં કાઢી નાખી તેને આહાર કરવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી, ફોતરાં કાઢી નાખી, પાંદડાના પડીયામાં પાણીથી ભીંજાવી ખાવા લાગ્યા, તે પણ ન પચવાથી પહેલાંની જેમ સાક કરી, પાણીમાં ભીંજાવી, થોડો વખત મુઠીમાં રાખી, મુડીની ગરમીથી ગરમ કરી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વે