________________
૨૭૪
શ્રી કલપસત્ર
આત્માની પૃથક સંજ્ઞા નથી. પણ વળી “ભૂતના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે” એવા ભાવાર્થનાં બીજાં વેદપદે દેખી તને પ્રશ્ન થાય છે કે ત્યારે સત્ય શું હશે? શરીર એજ આત્મા કે શરીરથી ભિન્ન એ કોઈ સ્વતંત્ર આત્મા હશે?
આત્મા શરીરથી ભિન્ન છે, એમ જણાવનારાં નીચેનાં વેદપદે છે –સત્યેન રમ્યતા ધેર બ્રહ્મા નિત્યં તિમો દિ શુદ્ધો ચં રિત્તિ ધીરા થતયઃ સંતાત્માનઃ અર્થાતુ હંમેશાં - તિર્મય અને શુદ્ધ એ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે. તે આત્મા ધીર અને સંયમી સાધુઓ જુએ છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદેથી સંશય વધતું જાય છે; કઈ એક ચોકકસ નિર્ણય ઉપર આવવાનું તારે માટે અશકય થઈ પડયું છે. પણ હવે હું તને “વિજ્ઞાનધન” વાળા વેદવાક્યને અર્થ સમજાવી, તારી વિષમ સંકટવાળી સ્થિતિ દૂર કરવા માગું છું. સાંભળ !
વિજ્ઞાન –જે વિશિષ્ટ જ્ઞાન-દર્શનને ઉપયોગ તે વિજ્ઞાન. તે વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા,
mો મૂખ્ય સમુOાય –યપણે-જાણવાયેગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતે થકી અથવા ઘટ પટ વિગેરે ભૂતના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડે છે, આ વસ્ત્ર છે.” ઈત્યાદિ પ્રકારે તે તે ભૂતના ઉપગરૂપે ઉત્પન્ન થઈને,
સાચેવાડનુંવિનયતિ– તે ઘટ વિગેરે ભૂતને યપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે. અથવા તો સામાન્ય સ્વરૂપે રહે છે.