________________
ર૭૬
શ્રી કલ્પસૂત્ર
ચોથા ગણધર–પાંચ ભૂત છે કે નહીં ? ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ વિગેરે સમર્થ શાસ્ત્રીઓને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે, જ્યારે ઇન્દ્રભૂતિ જેવા પુરૂષે એ સર્વસ પાસે નિરભિમાન બની ગયા અને દીક્ષા સ્વીકારી તે પછી મારે પણ શા માટે તેમની પાસે જઈ, મારી શંકાનું સમાધાન ન મેળવવું? ઈન્દ્રભૂતિ વિગેરેને તે પોતાના પૂજ્ય માનતો હતે. તેથી તે પ્રભુ પાસે પોતાના પાંચ શિષ્યો સાથે આવ્યું. પ્રથ. મની જેમ આ વખતે પણ પ્રભુએ તેને તેના વ્યક્ત નામથી સંબોધન કર્યું અને કહ્યું કે-હે વત્સ ! તને પાંચ ભૂત વિષે શંકા છે ને ? તને એ ભ્રમ પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદનાં વાક્યથી જ થયે છે. વેદમાં કહ્યું છે કે–ચેન સ્વનોપમેં હૈ વિરુમ રુચેષ બ્રહ્મવિધિર વિયઃ આ પદને તે એ તાત્પર્ય કાઢયે છે કે પાંચ ભૂત જેવી કોઈ વસ્તુ નથી. તું તેને અર્થ આ પ્રમાણે કરે છે –
થેન વોપમ વૈ સ્ત્રમ્પૃથ્વી, જળ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી, વિગેરે દેખવા છતાં જેમ વસ્તુતઃ કંઈજ નથી હોતું, તેમ પૃથ્વી, જળ વિગેરે ભૂતે દેખવા છતાં વસ્તુતઃ તે પદાર્થો નથી. બધું સ્વપ્નસૃષ્ટિ જેવું છે.
ત્યેક બ્રહ્મવિધિરાણ વિશેષઃ—એટલે આ બધું જગત સ્વપ્ન જેવું જ છે. એ પ્રમાણેનો આ બ્રહ્મવિધિ શીધ્ર જાણી લે-ભાવ.
પણ વળી વેદમાં ઉપર કહ્યાં તેવાં વાક્યોથી જૂદાંજ વા જડી આવે છે. જેમકે–પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે,