________________
પઝમ વ્યાખ્યાન.
૩૦૭
દેખાય છે. તાત્પર્ય કે કઈ પુસ્તકમાં લખ્યું છે કે શ્રી વીરનિવાણુથી નવસો એંશી વ્યતીત થતાં કલપસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ અને કેાઈ બીજા પુસ્તકમાં લખ્યું છે કે નવસોત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ.
કેટલાક એ સૂત્રપાઠને એ પણ અર્થ કરે છે કે-એ સૂત્રમાં બે વાકયે છે. એક વાકય કલ્પસૂત્ર લખાયાને સમય દર્શાવે છે, જયારે બીજુ વાકય સભા સમક્ષ વંચાયાનો સમય સૂચવે છે. એટલે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી સંવત્સરકાળ જાય છે, કલપસૂત્ર લખવાનો હેતુભૂત એ નવસો એંશીમો સંવત્સરે કાળ જાય છે; આ વાકયથી કલ્પસૂત્રને લખવારૂપ વાચનાને સમય જણાવ્યું. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભા સમક્ષ વાંચવારૂપ બીજી વાચનામાં નવસે ત્રારમો સંવત્સર કાલ જાય છે. આ વાકયથી કપસૂત્રને સભા સમક્ષ વાંચવારૂપ વાચનાને સમય જણાવ્યા. તાત્પર્ય કે શ્રી વીરનિર્વારણથી નવસોએંશીમે વરસે કપસૂત્ર પુસ્તકારૂઢ થયું અને નવસેત્રાણુમે વરસે સભા સમક્ષ વંચાયું. એ રીતે જુદા જુદા આચાર્યો - ના ભિન્ન ભિન્ન મત જાણવા. ખરું શું તે કેવલિભગવાન જાણે.