________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૮૫ એ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મોર્યપુત્રને સંશય નષ્ટ થયે. દેવોના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા બેઠી, તે પણ પોતાના સાડાત્રણસો શિષ્ય સાથે દીક્ષા લઈ ચાલી નીકળે.
આઠમા ગણધર–અવંપિત-નારકીનું અસ્તિત્વ
આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું કે ઈદ્રભૂતિ જેવા સમર્થ પાંડેત જે પુરૂષના પગે પડયા તે મારે પણ પૂજ્ય જ લેખાય અને તેથી મારે મારી પોતાની શંકાનું સમાધાન મેળવવા જવામાં વિલંબ ન કર ઘટે. તે પોતાના ત્રણ શિષ્યો સાથે પ્રભુ સમિપે આવ્યા.
પ્રભુએ જ તેને અકંપિતના નામથી બોલાવ્યા. અને કહ્યું કે તને નારકી વિષે-નારકીની હૈયાતી વિષે શંકા છે ને ? આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદના પદથી જ થઈ છે. દુ વૈ પ્રેત્ય નર નારા: સન્તિ-અથાત્ કોઈ પણ પ્રાણુ મરીને પરભવમાં નારકી થતા નથી. કારણ કે પ્રત્ય-પરલોકમાં નરકને વિષે નારકીજ નથી. દેશમાં ચન્દ્ર સૂર્ય જેવા કેટલાક તે પ્રત્યક્ષ દેખાય છે અને કેટલાક, માનતા માનવાથી તેનાં ફળ આપે છે અને એ ઉપરથી અનુમાનવડે પણ જણાય છે કે દેવે છે. પણ નારકી તે પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જાણતા નથી. તેથી નારકી હવા વિષે તને શ્રદ્ધા નથી. છતાં બીજા કેટલાંક વેદપદે એવાં છે કે જે નારકીનું નિરૂપણ કરે છે. દાખલા તદીકે-નાર વૈ | નાયતે : રાકમમાતિ----જે બ્રાહ્મણ શુદ્રનું અન ખાય તે નારકી થાય છે. આ પદમાં નારકીની સત્તા સ્પષ્ટ દેખાઈ આવે છે. આવી જાતના એકબીજાથી ઉલટા અભિપ્રાય વાંચવાથી તારા મનમાં કોઈ પણ પ્રકારને નિશ્ચય બંધાતું નથી. પરંતુ તેમાં તારી પોતાની જ ભૂલ છે. “ન વૈ પ્રેક્ષ્ય ”--વાળા પદનો અર્થ