________________
પ્રથમ વ્યાખ્યાન.
મુનિઓએ તો અતિચાર લાગે યા ન લાગે તે પણ નિરંતર પ્રતિક્રમણ કરવું જ જોઈએ. મધ્યમ બાવીસ તીર્થકરોના યતિઓને તે દેવસી અને રાઈ એવાં બેજ પ્રતિક્રમણ હતાં, પણ પહેલા અને છેલા તીર્થંકરના સાધુઓ તે દેવસી આદિ પાંચ પડિકમમણ કરે.
માસ કહ્યું, બાવીસ તીર્થકરોના મુનિઓ સરળ અને પ્રાજ્ઞ હોવાથી તેમને માસ ક૯૫ને નિયમ નથી. જે તેમને એક જ સ્થળે રહેવાથી લાભ જણાય તે પૂર્વ કેટી સુધી-ઘણુ કાળ પર્યન્ત, ત્યાં ને ત્યાંજ રહે. પરંતુ પહેલા અને છેલ્લા તિર્થંકરના મુનિઓ તે એક સ્થાને એક માસથી વધુ વખત રહી શકે નહીં, માત્ર ચામાસાના ચાર મહિના એક સ્થળે રહે. જે માસકપનો નિયમ તેઓ ન જાળવે તે લેકમાં મુનિની લઘુતા થાય, લેકે પકાર ન કરી શકે, દેશ-વિદેશનું જ્ઞાન ન થાય અને પોતે સ્વાધ્યાયમાં પુરૂં લક્ષ ન આપી શકે. કદાચ દુર્મિક્ષ કે અશકિત વિગેરે કારણેને લીધે વધારે સમય રહેવું પડે તે છેવટે વસતિ પાલટણ કરે, પાડે કે શેરી પલટાવે, અથવા ઘર પલટાવે, કિંવા સંથારાની ભૂમિ પણ પલટાવી નિયમની રક્ષા કરે.
પર્યુષણ કલ્પ. પરિ એટલે સમસ્તપણે અને ઉષણ એટલે રહેવું. પર્યુષણ એટલે સમસ્તપણે રહેવું તે, અને તે સિવાય પર્યુષણ નામનું વાર્ષિક પર્વ એવા બને અર્થ થાય છે. પર્યુષણ નામનું વાર્ષિક પર્વભાદ્રપદ માસની શુકલ પાંચમે અને કાલિકાચાર્ય થયા પછી ભાદ્રપદની શુકલ ચતુથી એ જ થાય છે... . . . . . .
*પ્રથમ સાંવત્સરિક પર્વ ભાદરવા શુદિ પંચમીનું જ હતું. પણ કાર