________________
સપ્તમ વ્યાખ્યાન.
એ રીતે ચાર મુષ્ટિ લેચ કરીને નિર્જળ છઠ્ઠ તપ વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, ઉગ્ર લેગ રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ મહાચ્છ વિગેરે ચાર હજાર પુરૂષ કે જેઓ પ્રભુના પગલે ચાલવાના મારથ રાખતા હતા તેઓની સાથે, એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, દ્રવ અને ભાવથી મુંડ થઈને–ગ્રહવાસથી નીકળીને અનગારપણાની-સાધુપણાની દીક્ષા અંગીકાર કરી.
તાપસની ઉત્પત્તિ દીક્ષા લીધા પછી એક હજાર વરસ સુધી, હંમેશને માટે કાયાની સુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી અને શરીર વિષે લેશ પણ મમતવ નહીં હોવાથી તેમણે ઘણા ઘણા ઉપસર્ગો સહન કર્યા.
પ્રભુના સમયના લેકે અત્યંત સમૃદ્ધ હેવાથી શિક્ષા એટલે શું અને ભિક્ષાચર કે હેય તે વિષે જરા પણ માહિતગાર ન હતા. આવી સ્થિતિમાં પ્રભુ રામાનુગ્રામ વિચરવા લાગ્યા. પ્રભુને પિતાને તે કંઈ ન લાગ્યું પણ તેમની સાથે જેમણે દીક્ષા લીધી હતી અને જેઓ પ્રભુના પગલે પગલે ચાલવાની આશા રાખી રહ્યા હતા તેઓ ભિક્ષા ન મળવાથી, આખરે અકળાયા અને પ્રભુને આહારને ઉપાય પૂછવા લાગ્યા. મનધારી પ્રભુએ તેનો કંઈ ઉત્તર ન આપે. ત્યાંથી નિરાશ થઈ તેઓ કચ્છ અને મહા કચ્છ પાસે ગયા. તેમણે ઉત્તર આપે કે –“ જેમ તમે કંઈ જાણતા નથી તેમ અમે પણ આહારને વિધિ નથી જાણતા. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી ન પૂછી રાખ્યું તે આપણી ભૂલ થઈ. હવે તે પ્રભુએ માનવ્રત ધાર્યું છે એટલે તેઓ જવાબ પણ શી રીતે આપી શકે ? બીજી તરફ આહાર વિના શું કરવું એ મોટી મુંઝવણું થઈ પડી છે, ભરતની લજજાથી પાછું ઘેર જવું એ પણ ઠીક નહીં. હવે તે