________________
સપ્તમ વ્યાખ્યાન.
કરે.” જમણુ હાથે છેલે નિર્ણય સંભળાવી દીધું કે “ગમે તેમ પણ હું પવિત્ર છું અને તું પવિત્ર નથી.”
બને હાથ વચ્ચેનો વિવાદ પ્રભુએ ભાંગ્યું. તેમણે પોતે જ અને હાથને સમજાવ્યા કે –
राज्यश्रीर्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थी कृतः संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां दानिषु इत्यब्दं प्रतिबोध्य हस्तयुगलं श्रेचासतः कारयन् .
प्रत्यग्रे क्षुरसेन पूर्णमृषभः पायात्स वः श्रीजिनः ॥ “ તમેજ રાજ્યલક્ષમી ઉપાર્જન કરી, તેમેજ દાન દઈ અર્થીએના સમૂહને કૃતાર્થ કર્યા, તમે પોતે નિરંતર સંતુષ્ટ રહો છે. તે હવે દાન દેનારા ઉપર દયા લાવી દાન ગ્રહણ કરશે.” એ પ્રમાણે બરાબર એક વરસ સુધી પ્રભુએ બેઉ હાથને સમજાવ્યા ત્યારે જ તેઓ શ્રેયાંસ કુમાર પાસેથી તાજે શેરડીનો રસ ગ્રહણ કરી પૂર્ણતાને પામ્યા!એવા શ્રી ઋષભદેવ પ્રભુ આપણું રક્ષણ કરો!
પ્રભુએ તે રસ વડે સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ થઈ, દેએ દુંદુભિના નાદ કર્યો, આકાશમાં “ધન્ય છે આ દાનને ” એવા પ્રકારની ઉદ્દઘોષણા થઈ અને સાડા બાર સેનખની વસુધારા વરસી. એ રીતે પાંચ દિવ્ય પ્રકટ થવાથી લેકે આશ્ચર્ય પામ્યા અને નગરજને તથા તાપસે શ્રી શ્રેયાંસના મંદિરમાં એકઠા થયા. શ્રેયાંસે તેમને કહ્યું: “હેલોકે! સદગતિ મેળવવાની ઈચ્છાવાળાઓએ એ પ્રમાણે એષણીય–નિર્દોષ આહારની જ શિક્ષા આપવી જોઈએ.” આ અવસર્પિણીમાં દાન દેવાને આચાર પ્રથમ શ્રી શ્રેયાંસથી જ પ્રવર્યો. ૨૪