________________
૨૮૨
શ્રી કલ્પસત્રમેક્ષ છે. આવી રીતનાં પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી તું શંકામાં ગોથા ખાધા કરે છે. પણ હું મંડિત! તારી શંકા અસ્થાને છે. તું “Us વિશુળ –-વાળા વેદપદને અર્થ જ બરાબર નથી સમજી શક્યો. તેને નિર્મળ અર્થ આ પ્રમાણે છે
R Us વિાળો વિમ–-વિગુણ એટલે છમસ્થપણાના ગુણરહિત, વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એ તે આ આત્મા–મુતાત્મા,
ન વધ્યતે–-કર્મથી બંધાતું નથી, શુભ-અશુભ કર્મના બંધનરહિત છે, કેમકે તે મુતાત્માને કર્મબંધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેને અભાવ છે,
ન સંસતિ વા–સંસારમાં પરિભ્રમણ કરતા નથી, કેમકે કર્મના બંધનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા તે કર્મના બંધનથી રહિત હોય તેથી સંસારમાં પરિભ્રમણ ન કરે,
મુચ્યતે–-કર્મથી મુકાતું નથી, કેમકે તેને મુકાવાપણું સંભવતું જ નથી–પિત કર્મથી મુક્ત હોય છે જ,
ન મોતિ વા––મુકતાત્મા બીજાને ઉપદેશ આપવા પણ નીચે નથી અવતરતે, તેથી બીજાઓને કર્મથી મુકાવતો પણ નથી.
નવા gષ વાચાખ્યતરં વા વે—એવો મુક્તાત્મા, પુષ્પ ચંદન વિગેરેથી ઉપજતા બાહૃા સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને-બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવારૂપે જાણતું નથી. અર્થાત્ તે સાંસારિક સુખને ભેગવતે નથી.
ઉક્ત વેદપદ મુક્તાત્માનું સ્વરૂપ દર્શાવે છે. તેને સંસારી આત્મા પ્રત્યે ઘટાવવું એ દારૂણ ભ્રમ છે. બાકી સંસારી આત્માને તો કર્મને બંધ અને કર્મથી મોક્ષ એમ બન્ને છે.