________________
પંચમ વ્યાખ્યાન
દેવ-દેવીઓનો મહોત્સવ જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જમ્યા તે શત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા અનેક દે અને દેવીઓને લીધે જાણે અતિશય આકુળ થઈ હિય એવી દેખાવા લાગી. આનંદમય હાસ્યથી અને અવ્યા શબ્દથી શાંત રાત્રિ પણ કેળાહળમય બની ગઈ, અચેતન જેવી દિશાઓ પાણુ હર્ષિત થઈ હોય એવી રમણીય દેખાવા લાગી. પવન પણ મંદમંદપણે વહેવા લાગ્યા. ત્રણે જગતુ ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસને પામી અને નારકીના દુ:ખમય જીવોને પણ તે સમય આનંદમય લાગ્યો.
છપ્પન દિકકુમારીઓને આચાર પ્રભુને જન્મ થતાં છપ્પન દિકકુમારીઓનાં આસન કયાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુને જન્મ થયેલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેઓમાં (૧) ભેગં. કરા (૨) ભગવતી (૩) સુભેગા (૪) ભેગમાલિની (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) અનિંદિતા નામની આઠ દિકકુમારીઓએ અલકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચું, અને એ ઘરથી એક જ પર્યત જમીનને સંવર્ત વાયુવડે શુદ્ધ કરી.(૯) મેઘંકર (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેયધારા (૧૪)વિચિત્રા (૧૫) વારિ