________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૨૯
ત્રિશલા ક્ષત્રિયાણી પાસે તેએ માન્યા અને સ્વપ્નપાઠકા પાસેથી સાંભળેલા અથ નિવેદન કરતાં કહ્યુ કે:—હૈ દેવાનુપ્રિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં ખેંતાલીસ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે અને મહાફળ આપનારાં ત્રીસ સ્વપ્ન કહ્યાં છે. એ રીતના ખેતેર સ્વપ્નમાં તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા તી કર અથવા ચક્રવત્તી ગણમાં આવે ત્યારે મહાફળ આપનારા ત્રીસ સ્વમ પૈકીનાં ગજ, વૃષભ વિગેરે ચાદ મહાસ્વમ જોઇ જાગી જાય છે અને માંડલિકની માતા માંડલિક ગ માં આવે ત્યારે ચૌદ મહા સ્વપ્રમાંનુ કાઇ એક સ્વપ્ન જોઇ જાગી ઉઠે છે. મતલખ કે તમે જે ચાદ મહા સ્વપ્ન જોયાં છે તે ઘણાંજ પ્રશસ્ત છે અને તેથી તમારા પુત્ર ત્રણે લેાકના નાયક, ધર્મ પ્રવર્ત્ત કાને વિષે ચક્રવર્તી સમાન અને અતિશયવાળા જિન થશે.
ત્રિશલા ક્ષત્રિયાણી એ મ સાંભળી, અવધારી મહુજ હર્ષ, સંતેાષ અને ઉલ્લાસ પામ્યાં. તેણીએ એ હાથ જોડી, આવ કરી મસ્તકે અંજલી જોડી સ્વપ્નાઓના સારી રીતે અંગીકાર કર્યો અને પેાતાના મણિરત્નખચિત સિંહાસન પરથી ઉતરી અહુજ શાંતિ અને ધૈર્યપૂર્વક રાજહંસ જેવી ગતિવર્ડ પેાતાના ભુવનમાં આવ્યાં.
જ઼ ભકજાતિના દેવાએ શું કર્યું ?
હવે શ્રમણ ભગવાન મહાવીર રાજમૂળને વિષે, હિરણેગમેષી દેવવડે સહરાયા ત્યારથી આરંભીને તીર્છા લેાકમાં નિવાસ કરનાર જુંભક જાતિના દેવાએ, પૂર્વ દાટેલા અને ઘણા કાળના પુરાણાં મહાનિધાન લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકવા માંડ્યા. જ઼ભક દેવા કુબેરની આજ્ઞાને આધીન હેાય છે