________________
શ્રી કલ્પસૂત્રનું
૩૦
અદલ ગુન્હેગાર ઠરાવી તેના વધ કર્યા. પેલેા નિર્દેષ માણસ મરીને વ્યંતર થયે। અને આખા નગરમાં ઉત્પાત મચાવવા લાગ્યા. તેણે એક મ્હાટી શીલા તૈયાર કરી, તે શીલાવડે આખા ગામને છુંદી મારવાના દ્રઢ સંકલ્પ કર્યાં. એક વખત તેણે રાજા પ્રત્યેનું વેર લેવા રાજાને લાત મારી સિંહાસન પરથી ઉથલાવી નાખ્યા, રાજાના નાક અને મ્હામાંથી લેાહીની ધારા વહી નોકળી. આ વાતની નાગકેતુને ખબર મળી. તેણે વિચાર્યુ કે મારા જીવતાં એક વ્યંતર આવા ઉત્પાંત કરે અને ગામની સાથે સંઘ તથા જીનપ્રાસાદને પણ જમીનદાસ્ત કરે તે ઠીક નહીં, તેણે તે બ્યંતરને:સીધા કરવાની વ્યવસ્થા કરી. એક દિવસે ખરાખર સમય જોઇ નાગકેતુ પ્રાસાદના શિખર ઉપર ચડ્યો અને પેલા બ્યંતરની જબરજસ્ત પાષાણુ શીલા પાતાના હાથમાં ઝીલી રાખી, જંતર આ સંયમી પુરૂષ–નાગકેતુના પ્રભાવ સહન કરી શકયા નહીં. નાગકેતુના તપ:તેજ પાસે તે અંજાઇ ગયા. આખરે તે નાગકેતુને નમ્રતાપૂર્વક નમી પડયા અને પોતાના સર્વ દોષ બદલ ક્ષમા માગી પેાતાના માર્ગે પડ્યો. એ રીતે રાજાને, રાજ્યને, સંઘને અને જીનપ્રાસાદને તેણે ભયમુકત કર્યો.
નાગકેતુની છેલ્લી અવસ્થા પણ બહુ મનારજક છે. તે એક વખત જીનપૂજામાં તદ્દીન હતા, તેવામાં પુષ્પની અંદરથી એક ઝેરી સર્પે મ્હાર આવી તેને દશ કર્યા. નાગકેતુ દરેક પ્રકારના દુ:ખ માટે હંમેશા તૈયારજ હતા, તેથી તેણે એ વેદના બહુજ શાંતિ અને ધીરજથી સહન કરી, ક્રમે ક્રમે તે એવી ઉચ્ચ ભાવના પર આરૂઢ થયા કે તેજ ક્ષણે તેને સહસા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શાસન દેવતાએ તેને મુનિના વેષ ઋણુ કર્યા. પછી ચિરકાળ વિહાર કરતાં, ઘણા ભવી પ્રાણીઓ ઉપર અનહદ ઉપકાર કર્યો.