________________
૩૦૨
શ્રી કલ્પસૂત્ર
સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાની સંપદા
શ્રમણ ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વિગેરે ચાર હજાર સાધુઓ હતા, આર્ય ચંદનબાલા,વિગેરે છત્રીસ હજાર સાવીઓ હતી. શંખ, શતક વિગેરે એક લાખ અને ઓગણસાઠ હજાર શ્રાવક હતા. અને સુલસા, રેવતી વિગેરે ત્રણ લાખ અને અઢાર હજાર શ્રાવિકાઓ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની એટલી ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને હતી.
ચંદપૂવીની સંખ્યા–ભગવાનને ત્રણસો ચાદપૂવી હતા. ચાદપૂવી અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ જેવા જ હોય. અકારાદિ સર્વ અક્ષરના સંગને જાણે, સર્વજ્ઞની જેમ સાચી પ્રરૂપણા કરે. (પ્રજ્ઞાપના સૂત્રમાં કેવલી અને શ્રુતકેવલીને તુલ્ય કહેલા છે, તેથી સર્વજ્ઞની પેઠે જ સત્ય પ્રરૂપણ કરે.)
અવધિજ્ઞાનીઓની સંખ્યા–ભગવાનને અતિશયો એટલે આમષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસે અવધિજ્ઞાનીઓ હતા.
કેવળજ્ઞાનીઓની સંખ્યા–સંપૂર્ણ-સંભિન્ન શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાત કેવલજ્ઞાનીઓ હતા.
વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ–પિત દેવ ન હોવા છતાં દેવની અદ્ધિને પ્રાપ્ત થયેલા-દેવની ઋદ્ધિ વિકુવાને સમર્થ એવા વૈક્રિય લબ્ધિવાળા સાતસો મુનિએ પ્રભુને હતા.
મન:પર્યવજ્ઞાનીની સંખ્યા–અઢીદ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્ત સંજ્ઞા પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણનારા, પાંચસે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓ હતા.
* મન:પર્યવજ્ઞાની બે પ્રકારના હોય છે. એક વિપુલમતિ અને બીજા નાજુમતિ. વિપુલમતિ સંગ્નિ પંચેંદ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણ